ફક્ત 22 વર્ષની નાની ઉંમરે બન્યા મહિલા IPS અધિકારી, બળાત્કારીને 7 સમુદ્ર પારથી પકડી આવ્યા હતા

By | June 10, 2020

નારી શક્તિ જ્યારે જાગૃત થાય છે ત્યારે ગમે એવા મુશ્કેલ કામને ચપટી વગાડતા પતાવી દે છે. સમાજ ભલે સ્ત્રીઓને ઓછું ગણકારે છે પરંતુ સ્ત્રીઓએ જાતે પોતાને સાબિત કર્યા છે. જમાનો બદલાઈ રહ્યો છે અને બધા ક્ષેત્રમાં મહિલા આગળ છે. દેશમાં દર વર્ષે છોકરીઓ ટોપર્સ હોય છે. ત્યાં સુધી વિજ્ઞાન, ચિકિત્સા, સિવિલ સેવા કે પછી પોલીસ વિભાગ બધી જગ્યાએ મહિલાઓ મોટી પોસ્ટ પર છે. તેવી જ રીતે કેરળની એક છોકરીએ પોલીસમાં જવાનું સપનું જોયું. તે બીજા લોકોની જેમ 9 થી 5ની પ્રાઇવેટ નોકરી નથી ઈચ્છતી. તેને નાનપણથી ઝનુન હતું કે પોલીસ માં જવું છે અને અંતે તેણે તેનું સપનું પુરુ કર્યુ.

વર્દી પહેર્યા પછી તેણે મહિલાઓની ખિલાફ થતાં હિંસા અને અપરાધ પર લગામ લગાવી. એક બળાત્કાર આરોપીને પકડવા માટે તે વિદેશ પણ જતી રહી.

આ વાર્તા છે કેરળમાં જન્મેલી મેરીન જોસેફ ની. તેમનો જન્મ 20 એપ્રિલ 1990 માં થયો હતો. તેમના પિતા કૃષિ મંત્રાલયમાં પ્રમુખ સલાહકાર છે અને તેમની માતા અર્થશાસ્ત્ર ના ટીચર છે. મેરીન એ દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજ માં અને બીએ ઓનસૅ અને MA history ની ડિગ્રી લીધી છે. મેરીન છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે તેમણે સિવિલ સર્વિસ જોઇન કરવા વિશે વિચાર્યું હતું. તેના થોડા સમય પછી તેમણે પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી.

તેમણે ભણતરની સાથે પ્રતિયોગી પરીક્ષાની પણ તૈયારીઓ શરૂ કરી. તે નોટ્સ તૈયાર કરી ને સ્ટડી કરતાં હતાં. તેમણે તેમના પોસ્ટ ગ્રેજ્યુએશન પછી જ પરીક્ષા દીધી હતી. નવી દિલ્હીમાં IAS કોચિંગ લેવાવાળી મેરીને વર્ષ 2012માં 188 ની અખિલ ભારતીય રૈંક ની સાથે સિવિલ સેવા પરીક્ષા પાસ કરી હતી. તેમણે પહેલા પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી હતી.

પરીક્ષા પાસ કર્યા પછી તેમણે IPS બનવાનું નક્કી કર્યું અને વર્દી પહેરી. હૈદરાબાદ થી તેમની IPS ની ટ્રેનિંગ પૂરી થયા બાદ તેમની પહેલી પોસ્ટિંગ એનાકુલન માં થઈ.

મરીન 22 વર્ષ ની ઉમર માં કેરળ ની સૌથી નાની ઉંમર ની મહિલા IPS અધિકારી બની હતી. તેઓ પહેલી વારમાં જ એક્ઝામ કરિયર કરીને IPS અધિકારી બની મીડિયામાં ચર્ચિત રહ્યા.

પરંતુ મારી લાઇફમાં એટલું જ હતું. તેઓ પ્રમોટ થઈને SP બની ગયા અને કમાન્ડેડ ઓફ કેરળ ઑર્મડ પોલીસ બટાલિયન 2 માં પોસ્ટેડ થયા. આ પોસ્ટ પર તેઓ પહેલા મહિલા હતા. 2016 મા તે રાજ્ય સ્વતંત્ર દિવસની પરેડમાં કોમાનડ કરવા વાળી સૌથી નાની ઉંમરની ઓફિસર બની હતી.

મેરીન ને લેડી દબંગ તરીકે ઓળખવામાં આવે છે. આ કેસે તેમની બહાદુરી ની મિશાલ છે. મહિલા અપરાધનો એક કેસ તેમની પાસે આવ્યો હતો. જ્યારે આ કેસ તેમના હાથમાં આવ્યો ત્યારે 4 વર્ષની છોકરીના બળાત્કારી ને પકડવા માટે તેઓ વિદેશ ચાલ્યા ગયા હતા.

આરોપી બે વર્ષથી ફરાર હતો જ્યારે તેમને ખબર પડી કે આરોપી સાઉદી અરબમાં છે તો લેડી દબંગ તેને પકડવા માટે સાઉદી અરબ પહોંચી ગઈ. આગળની કાર્યવાહી કર્યા પછી આરોપી સુનિલ કુમાર ને પકડી ભારત લઈ આવ્યા હતા.

IPS મેરીન ના લગ્ન બીજી ફેબ્રુઆરી 2015માં થયા. કેરળના નિવાસી psychiatrist ડોક્ટર ક્રિસ અબ્રાહમ તેમના પતિ છે. મારી સોશિયલ મીડિયા પર પણ વધુ જોવા મળે છે. એકવાર તેમણે બ્યુટી વિથ બ્રેન ના કોનસેપ્ટ ને લઈને પોતાનું સ્ટેન્ડ રાખ્યું હતું. તેની સાથે તેમણે મહિલાઓને ખૂબસૂરતીને છોડીને તેમના કામને મહત્વ આપવા માટે જણાવ્યું. તેના પછી તે મીડિયામાં ઘણી ચર્ચામાં રહી.

શોખની વાત કરવામાં આવે તો તેમને પુસ્તકો વાંચવું ઘણું ગમે છે, તેઓ જે પણ જાય છે ત્યાંથી બેગ ભરીને પુસ્તકો ખરીદી લાવે છે. તેઓ 24 કલાક કોલ પર ઉપલબ્ધ રહે છે અને હંમેશા બીજાની મદદ માટે જોડાઈ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *