વિવાદમાં છવાયેલી સુનિતા યાદવ કોલેજ કાળમાં જાહેરમાં ઝઘડા કરવાની સાથે પરીક્ષામાં ગેરરીતિ કરતી

By | July 16, 2020

આરોગ્ય મંત્રીના પુત્રને કાયદાનું ભાન કરાવી સસ્તી પ્રસિધ્ધિ હાંસલ કરનાર LR સુનિતા યાદવ પોતે જ કાયદાનું ચીર હરણ કરી ચુકી હોવાનું સામે આવી રહ્યું છે. કોલેજ કાળમાં નાની નાની બાબતે વિદ્યાર્થીઓ સાથે ઝઘડા પર ઉતરી આવનારી સુનિતા યાદવ વિષે તેમના પ્રોફેસરએ નામ ન લખવાની શરતે કહ્યું કે, સુનિતાનો સ્વભાવ પહેલીથી જ આવો છે. કોઈ પણ સાથે ઝઘડામાં ઉતરીને પોતાને કંઈક સમજતી હોય એમ સુનિતા M.A.ની પરીક્ષામાં ગેરરીતિ કરતાં ઝડપાઈ હતી. જેથી તેને એક સત્ર માટે સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ સાથે જાહેરમાં બાખડી પડતી

વરાછા વિસ્તારમાં આવેલી ધારૂકાવાળા કોલેજમાં આર્ટસનો અભ્યાસ કરતી સુનિતા યાદવ ત્યારે પણ વિવાદોમાં રહેતી હતી. સુનિતા અંગે તેમના સાથી વિદ્યાર્થીઓએ કહ્યું કે, નાની નાની વાતે ઉશ્કેરાઈ જતી હતી. વાંક એનો હોય તો પણ જાહેરમાં બાખડી પડતી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી વખતે પણ સુનિતા જાણે કાયદાની જાણકાર હોય તેમ કોઈ પણ વિદ્યાર્થીને ખોટા કેસમાં ફસાવી દેવાની તે વખતે પણ ધમકી આપતી હતી.

સુનિતાના કારણે ચાર વિદ્યાર્થી પરીક્ષામાં ઝડપાયેલા

સુનિતા યાદવ ધારૂકા કોલેજમાં M.A.માં અર્થશાસ્ત્રના વિષયનો અભ્યાસ કરતી હતી.આ દરમિયાન પરીક્ષામાં ચોરી કરતાં સુનિતા રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. જેથી કોપી કેસ કરીને તેને એક સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. સુનિતાના કોપી કેસની સાથે અન્ય ચાર વિદ્યાર્થીઓ પણ ગેરરીતિમાં ઝડપાયા હતાં. જો કે તેઓ માત્ર એકબીજા સાથે વાત કરતાં હોવાથી તેમને અંતે નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતાં. જ્યારે સુનિતાનું સત્ર સસ્પેન્ડ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *