સુરત ભાજપના કોર્પોરેટરે 75 લોકોના જીવ બચાવી માનવતા મહેકાવી, અન્ય નેતાઓ માટે ઉદાહરણ સ્વરૂપ

By | August 17, 2020

સુરત શહેરના પરવત ડુંભાલના વોર્ડ નંબર 17ના ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલ(Vijay Chomal) નીખાડી પૂર દરમિયાન પ્રશંસનિય કામગીરી સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં ઠેર-ઠેર પાણી ભરાયા હોવાથી તેમણે પૂરગ્રસ્ત વિસ્તારમાં પાવીનું પાણી અને દૂધની વ્યવસ્થા કરી છે. કાપડ માર્કેટમાં મોત સામે ઝઝૂમતા 75 જણાને કોર્પોરેટરે પોતે ત્યાં પહોંચી બચાવ્યા હતા. આ સાથે 300થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે પણ ખસેડ્યા છે. જ્યારે આજે પાણી ઓસરવાનું શરૂ થતા રોગચાળો ફાટી નીકળવાની ભીતી હોવાથી આજથી તમામ સોસાયટીઓમાં સફાઈ કામગીરીનું બીડું ઉપાડ્યું છે.

લોકો માટે પીવાના પાણી અને દૂધની વ્યવસ્થા કરી

કોર્પોરેટર વિજય ચોમાલે જણાવ્યું હકે, છેલ્લાતું  5 દિવસથી વરસી રહેલા વરસાદને લઈ ખાડી પૂરમાં 30 ટકા સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. અનેક લોકોના ઘરમાં ખાડીપુરના પાણી ઘૂસી ગયા હતા. કમર અને ગળાં સુધીના પાણીમાં રહેવા લોકો મજબૂર બન્યા હતા. 3 દિવસ સુધી પાણીમાં રહેલા લોકોને પીવાનું પાણી અને દૂધની વ્યવસ્થા કરી ફાયર વિભાગની મદદથી તેમના સુધી પહોંચાડવામાં સફળ થયા હતા. જ્યારે કેટલાકને દવા તો કેટલાકને હોસ્પિટલ લઈ ગયા હતા.

300થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું 

કોર્પોરેટર વિજય ચોમાલે વધુમાં જણાવ્યું હતું કે, એક કાપડ માર્કેટમાં ગળા સુધીના પાણીમાં ફસાઈ ગયેલા 75 જણાની માહિતી મળતા જ ફાયરની રેસ્ક્યુ ટીમ સાથે પાણીમાં ગરકાવ કાપડ માર્કેટ પહોંચી ગયા હતા. રાહત ટીમને જોય તમામના જીવમાં જીવ આવ્યો હતો અને તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ સાથે 300થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા.

સફાઈનું પણ બીડું ઉપાડ્યું

કોર્પોરેટર વિજય ચોમાલે આગળ જણાવ્યું હતું કે, રોજના 12 કલાકની કામગીરીને હું એકે લોક પ્રતિનિધિ તરીકેની જવાબદારી સમજુ છું. મારા સાથી બે કોર્પોરેટરના ઘર પણ પાણીમાં ગરકાવ હોવાથી લાચાર હતા એટલે સ્વયંમ સેવકોની મદદથી આ કાર્યનું બીડું ઉપાડી લીધું હતું. લગભગ તમામ સોસાયટીઓમાંથી ખાડી પૂરના પાણી ઓસરી ગયા છે. આજથી આ તમામ સોસાયટીઓમાં સફાઈ કામગીરીનું બીડું ઉપાડ્યું છે.

100 સફાઈ કર્મચારીઓ કામે લાગ્યા

કોર્પોરેટર વિજય ચોમાલે સફાઈ કામગીરી વિષે જણાવતા કહ્યું કે, સફાઈ કર્મચારીઓની 10 ટીમ બનાવી તમામ સોસાયટીઓમાંથી ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. એક સફાઈ ટીમમાં 10 કર્મચારીઓ એવી 10 ટીમ કામે લાગી છે. લોકોને એક જ વિનંતી છે કે, હાલની મહામારી અને ખાડી પૂરને લઈ કોઈ મોટો રોગચાળો ન ફાટી જાય, માટે પાણી ગરમ કરીને પીવું. ઘર બહાર કામ વગર ન નીકળવું. જો અશક્તિ લાગે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *