સુરતના કોંગ્રેસી કોર્પોરેટરને ACB એ લાંચ લેતા ઝડપ્યો, અગાઉ હત્યામાં ઉછળ્યું હતું નામ

By | August 14, 2020

સુરતના પાંડેસરા તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝમાં બાંધકામ કરી રહેલાં કારખાનેદાર પાસે ૧૫ હજારની લાંચ માગવામાં કોંગી કોર્પોરેટર સતીષ પટેલ ફસાયો હતો. એ.સી.બી.એ ગોઠવેલા છટકામાં કારખાનેદારના મિત્ર પાસે ૧૫ હજારની લાંચ સ્વીકારતાં પટેલના પન્ટરને એ.સી.બી.એ રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે સતીષ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પાંડેસરા તિસ્પતિ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક કારખાનેદર દ્વારા ગ્રાઉન્ડ પ્લસ બે માળનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ બાંધકામ ગેરકાયદે હોઈ જો પોતાને લાંચની રકમ નહિ આપવામાં આવે તો તે તોડાવી નાંખવાની ધમકી કોંગી કોર્પોરેટર સતીષ પટેલ દ્વારા આપવામાં આવતી હતી. પટેલ ઉપરાંત તેના પન્ટર પણ વારંવાર ફોન કરી કારખાનેદાર તથા તેના મિત્ર પાસે 15 હજાર લાંચની માગણી કરતા હતા.

આ અંગે કારખાનેદાર તરફથી એસીબીનો સંપર્ક સાધી ફરિયાદ અપાઈ હતી. બુધવારે સતીષ પટેલ વતી ઉઘરાણી કરવા આવેલો અભિરાજ ઉર્ફે અભી દેવરજન એજવા લાંચ લેવા પહોંચ્યો હતો. જોકે આ કારખાનદાર વતી તેના મિત્ર રૂપિયા આપવા પહોંચ્યો હતો. લાંચની રકમ સ્વીકારી એ સાથે જ એસીબીએ અભિરજનની ધરપકડ કરી હતી. સતીશ પટેલ ના ઘરે એસીબી પહોંચે તે પહેલા જ તે રફુચક્કર થઈ ગયો હતો. જોકે એસીબી પાસે સતીશ પટેલ નું રેકોર્ડિંગ હતું તેથી પોલીસે તેને સૂત્રધાર તરીકે ગણી વોન્ટેડ જાહેર કર્યો હતો. કામગીરી એસીપી નીરવ સિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ટીમે કરી હતી.

બે વર્ષમાં 6 કોર્પોરેટર વિરુદ્ધ લાંચતો કેસ

2008 થી અત્યાર સુધી લાંચ કેસમાં 6 કોર્પોરેટર ઝડપાયા હોવાનું એ.સી.બી એ જણાવ્યું હતું 2008 માં વીણા જોષી અને તેના પતિ જિતેન્દ્ર જોષી વિરુદ્ધ 50 હજારની લાંચનો ગુનો દાખલ થયો હતો. 2018 થી 2020 દરમિયાન તેનો આંકડો વધી ગયો હતો. 2018 માં મીના દિનેશ રાઠોડ અને તેના પતિ સહિત 3 વિરુદ્ધ 5 લાખની ડિમાન્ડનો કેસ થયો હતો.
ઓગસ્ટ-18 માં નેન્સી સુમરા અને તેના પિતા-ભાઇ વિરુદ્ધ 55 હજારની ડિમાન્ડનો ગુનો નોંધાયો હતો. ફેબ્રુઆરી-19 માં કોર્પોરેટર જયંતી ભંડેરી 50 હજારની લાંચમાં ભેરવાયા હતા. તેનાં 21 દિવસ બાદ લીલાબેન સોનવણે તથા તેના પુત્ર અને સહિત 4 વિરુદ્ધ 15 હજારની માગણીનો ગુનો નોંધાયો હતો ડિસેમ્બર-19 માં કપિલાબેન પકેશ પટેલ તેના પતિ સહિત 3 શખ્યોએ 50 હજારની લાંચ માગતા એ.સી.બી. એ ટ્રેપ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *