‘સ્વચ્છતા સર્વેક્ષણ 2020’નું પરિણામ થયું જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 શહેરો સામેલ

By | August 20, 2020

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટની જાહેરાત કરી છે. સતત ચોથા વર્ષે પણ ઈન્દૌર, દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબર પર ગુજરાતનું સુરત અને ત્રીજા નંબરે નવી મુંબઈનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈન્દૌરના લોકોનો સ્વછતા માટે આભાર માન્યો છે.

બીજી બાજુ એક લાખથી વધુની કેટગરીમાં સુરત બીજા ક્રમે આવ્યું છે. અગાઉ 14માં ક્રમેથી સુરતે આ વર્ષે બીજા ક્રમે છલાંગ લગાવી છે. હરદીપ પુરીએ સુરત માટે સીએમ વિજય રૂપાણી અને નવી મુંબઈની સફળતા માટે સીએમ ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવી હતી.

મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામમાં ઈન્દૌર ફરી પ્રથમ ક્રમે રહ્યું છે. કુલ 6000 માર્કસમાંથી ઈન્દૌરને 5647.56 માર્કસ મળ્યા છે. જ્યારે સુરત 5519.59 માર્કસ સાથે દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે. સુરતને આ માર્કસમાં સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, સિટીઝન ફિડબેકના આધારે આપવામાં આવ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણની પાંચમી આવૃતિ ‘સ્વચ્છ સર્વેક્ષણ – 2020’ ના પરિણામો જાહેર કર્યા હતા.  આ સમયગાળા દરમિયાન, સ્વચ્છતા પર વધુ સારું પ્રદર્શન કરનારા શહેરોને પણ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તે જ સમયે પીએમ મોદીએ દેશના કેટલાક ‘સ્વચ્છગરીઓ’ અને સફાઈ કામદારો સાથે પણ વાતચીત કરી હતી.

આ પહેલા જાન્યુઆરીમાં પહેલા ક્વાર્ટરની અને આજે બીજા અને ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે. આમ ત્રણ ક્વાર્ટરના પરિણામ જાહેર થયા છે. જેમાં સમગ્ર દેશમાં સુરત બીજા સ્થાને જ્યારે અમદાવાદ 5માં, રાજકોટ છઠ્ઠા અને વડોદરા 10 ક્રમે રહ્યું છે. જ્યારે વર્ષ 2019માં અમદાવાદ 6ઠ્ઠા ક્રમે અમદાવાદ, રાજકોટ 9માં નંબર પર, સુરત 14માં નંબરે અને વડોદરા 79 ક્રમે રહ્યું હતું.

આમ અમદાવાદ એક રેન્કની, સુરતે 12 રેન્કની, રાજકોટે 3 રેન્કની જ્યારે વડોદરા 69 રેન્કની સૌથી મોટી છલાંગ લગાવી ટોપ 10માં પહોંચી ગયું છે.

ટોપ 10 સ્વચ્છ શહેરો :-

  1. ઇન્દોર 
  2. સુરત 
  3. નવી મુંબઈ 
  4. અંબિકાપુર 
  5. મૈસોર 
  6. વિજયવાડા 
  7. અમદાવાદ 
  8. નવી દિલ્લી 
  9. ચંદ્રપુર 
  10. ખરગોન 

સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત દેશના નાગરિકોમાં સ્વચ્છતામાં ભાગીદારી વધારવા માટે કરવામાં આવી હતી. સ્વચ્છ સર્વેક્ષણ 2020 છેલ્લા 28 દિવસમાં પૂર્ણ થયું છે. ગુરુવારે યોજાનારા ‘સ્વચ્છ મહોત્સવ’ માં ‘સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટ સિવાય સ્વચ્છ સર્વેક્ષણ ઇનોવેશન, સ્વચ્છ સર્વેક્ષણ સોશ્યલ મીડિયા અને ગંગાના કાંઠે આવેલા શહેરો’નો પણ અહેવાલ જાહેર કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *