સુરતમાં BJP નેતા સ્કૂલ સંચાલકો પાસેથી એક કરોડની ખંડણી માંગતો ઝડપાયો, પછી થઇ જોવા જેવી

By | July 17, 2020

સુરતમાં 1 કરોડની ખંડણી માગવા મુદ્દે ભાજપ નેતાની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. સુરત સરથાણાના ભાજપના યુવા નેતા યોગેશ મુંજપરાની ધરપકડ કરવામાં આવી છે. વેલંજાની સ્કૂલ સંચાલકને ધમકાવી ભાજપ નેતાએ ખંડણી માગ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, ભાજપના નેતાએ સ્કૂલ ગેરકાયદેસર છે, તોડાવી નાંખવીશ તેવી ધમકી આપી વિવિધ કચેરીઓ માં અરજીઓ કરી હતી અને 1 કરોડ નહીં આપે તો હુમલાની ધમકી પણ આપી હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરત કામરેજના વેલંજા ગામ ખાતે ટેટાલાયઝર મોર્ડન સ્કૂલના સંચાલકને તમારી સ્કૂલ ગેરકાયદે છે અને તેને હું બંધ કરાવી દઈશ કહી ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવાની વાત કરી રૂપિયા 1 કરોડની ખંડણી માંગનાર યોગેશ નનુ મુંજપરા (રહે,નંદની રો હાઉસ,રામવાટિકા સોસાયટીની બાજુમાં, વેલંજા, કામરેજ)ની સરથાણા પોલીસે ધરપકડ કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ ઘટનામાં સામેલ ભાજપના નેતા યોગેશ હાલમાં સાડીઓનું જોબવર્કનું કામ કરે છે અને રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે. સ્કુલના સંચાલકને વર્ષ પહેલા યોગેશ મુંજપરાએ સ્કૂલ ગેરકાયદે છે કહી બંધ કરી દેવાની વાત કરી હતી. એટલું જ નહિ અલગ અલગ સરકારી કચેરીઓમાં અરજી કરી હતી.

જેના કારણે વેલંજા ગ્રામ પંચાયત, કામરેજ તાલુકા તેમજ સુડા ભવન ખાતે બોલાવી સ્કુલના પુરાવા આપી નિવેદનો લખાવ્યા હતા. હરેશભાઈ તેના મિત્ર વિપુલ મારફતે યોગેશ મુંજપરાને રૂબરૂ બોલાવી હેરાન કરવા બાબતે પૂછતાં તેણે એક કરોડ માંગી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. યોગેશે બીજા મારફતે હરેશ પર હુમલો કરાવવાની પણ ધમકી આપી હતી. પોલીસે યોગેશ વિરુધ્ધ ખંડણીનો ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *