ધમકીના કોલ આવે છે અને 50 લાખની ઑફર કરે છે : મહિલા પોલીસકર્મી સુનિતા યાદવ

By | July 15, 2020

આરોગ્ય મંત્રીના દીકરા સાથે ઘર્ષણ મામલે સુરત પોલીસની મહિલા કર્મચારી સુનિતા યાદવ વિવાદમાં સપડાઇ છે. આ મામલે દરરોજ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ગતરોજ સુનિતાને આ મામલાને લઇને તેને સતત ધમકી મળી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ આ મામલો પૂરો કરવા માટે તેને 50 લાખ રૂપિયાની ઓફર મળી હોવાનો ઘટસ્ફોટ સુનિતાએ કર્યો છે. હાલમાં ખાતાકીય તપાસ ચાલતી હોવાથી તપાસ બાદ આ મામલે મોટા ઘટસ્ફોટ થવાની સંભાવના છે. સાથે જ સુનિતાએ એવું પણ કહ્યું હતું કે હજુ 10 ટકા બહાર આવ્યું છે, ખાતાકીય કામ પતિ ગયા બાદ આખી ફિલ્મ હું મીડિયા સામે મૂકીશ.

સુરતમાં વરાછા વિસ્તારમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી દ્વારા ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનણીના દીકરા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આ મામલે રાતોરાત ‘સિંઘમ’ બની ગયેલી સુનિતા યાદવ પહેલા ઓડિયો ક્લિપને લઈને ચર્ચામાં આવી હતી. બીજા દિવસે વીડિયો સામે આવતા આ મહિલા કર્મચારી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને મંત્રીના દીકરાને ધમકાવી MLA લખેલી પ્લેટ ઉતારવા પર મજબૂર કરતી જોવા મળી હતી. ત્યાર બાદ આરોગ્ય મંત્રી સાથે પણ ફોન પર વાત કરી ગેરવર્તન કર્યું હતું.

આ મામલે આરોગ્ય મંત્રીના દીકરા વિરુદ્ધ કર્ફ્યૂ ભંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આ મહિલા પોલીસ કર્મચારી વિરુદ્ધ પણ ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી છે. મીડિયામાં સતત રહેવા અને ચર્ચામાં આવેલી આ મહિલા કર્મચારી એક પછી એક ભૂલ સાથે અનેક નિવેદન કરી રહી છે. એટલું જ નહીં આ પોલીસકર્મી સોશિયલ મીડિયામાં પણ પોતાને સાચી સાબિત કરવા માટે અનેક પ્રયાસ કરી રહી છે.

સુનિતા યાદવ ખાતાકીય તપાસ અર્થે ગતરોજ પોલીસ મથકે પહોંચી હતી. અહીં તેણે એક મોટો ધડાકો કર્યો હતો. અનિતાએ કહ્યું હતું કે આ મામલે તેણીને સતત ધમકી મળી રહી છે. એટલું જ નહીં આ મામલો પતાવવા માટે રૂપિયા 50 લાખની ઓફર મળી હોવાનું જણાવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે ખાતાકીય તપાસ પૂરી થયા બાદ તેણી મોટા ધડાકા કરશે.

2 thoughts on “ધમકીના કોલ આવે છે અને 50 લાખની ઑફર કરે છે : મહિલા પોલીસકર્મી સુનિતા યાદવ

  1. કાનૂન ક બાદશાહ

    પોલીસ એકટ નો ભંગ તો આ બૈરા એ કર્યો છે.ખાતાકીય શિક્ષામાંથી બચવા હવે હવાતિયાં મારે છે.પરંતુ આ સ્ત્રી ને એ ખબર નથી કે કાયદો નક્કર પુરાવાને આધીન ચાલે છે. છેલ્લી કક્ષા પોલીસમાં હોય એ આઈ. પી.એસ ની અપેક્ષા કરે છે.આ એટલા માટે કહે છે.કે તેના સનીયર અધિકારીઓ ડરી જાય અને ખાતાકીય તપાસ અટકી જાય.પણ તું માત્ર એલ.આર.છે.તું પી.એસ.આઈની પરીક્ષા તો પાસ કરી જો.પછી તને ખબર પડશે કે દલીલ કરવાનો હક કોને છે.ગુજરાતીમાં કહેવત છે.કે મોટા જોડે નાનો જાય મરે નહીં તો માંદો પડે.
    આ કહેવત સાચી લાગે છે.કેમ કે તેને કહ્યું કે મારી તબિયત સારી નથી.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *