સુરતમાં કરોડોપતિ ઝાડું ચોર પકડાયા: હીરા દલાલ, જમીન દલાલ અને એમ્બ્રોડરી કારખાનાના માલિકે 150 રૂપિયાનું ઝાડું ચોર્યું

By | September 11, 2020

મોટાભાગે પોલીસ માથાકૂટ કે વિવાદ વગર કોઈની ફરિયાદ નોંધતી નથી. લોકો ઘરફોડ ચોરી કે બળાત્કારની ફરિયાદ નોંધાવવા લોકો પોલીસ સ્ટેશનના ચપ્પલો ઘસી નાખતા હોય છે. ત્યારે સરથાણા પોલીસે 150 રૂપિયાની કિંમતના ડંડાવાળું પોતું ચોરાયાની ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ઓફિસની બહાર પાર્ટીશન બહાર મુકાયેલું પોતું સૂકાતું હતું જેને કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હોવાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉત્રાણ ખાતે આવેલા સૌરાષ્ટ્ર પેલેસમાં રહેતા જનકભાઈ બાલુભાઈ ભાલાળાએ સરથાણા પોલીસમાં ફરિયાદ કરી છે. જે અનુસાર સહજાનંદ બિઝનેસ હબમાં 13 અને 14 નંબર વાળી ઓફિસના કાચના પાર્ટીશનની બહાર ચોથી સપ્ટેમ્બરના રોજ ડંડાવાળુ પોતું મુક્યું હતું. બાદમાં દરવાજો બંધ કરી જનકભાઈના સાળા કેવલભાઈ ક્યાડા કામ અર્થે બહાર ગયા હતા અને સાંજે આઠેક વાગ્યે પરત ફર્યા હતાં. આ દરમિયાન ડંડાવાળુ પોતું ગાયબ હતું. જેથી આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે અજાણ્યા લોકો ડંડાવાળુ પોતું ચોરી ગયા છે.

 

સુરતમાં રૂપિયા 150નું ઝાડુ ચોરનારા કરોડપતિ ત્રણ ચોરોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના CCTVના આધારે સરથાણા પોલીસે ત્રણને ઝડપ્યા હતા. ત્યારબાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરતના ત્રણેય ચોરોમાં એક હીરા દલાલ, એક જમીન દલાલ અને એક એમ્બ્રોડરી કારખાનાનો માલિક હોવાનું ખુલ્યું છે. પોલીસને પણ ત્રણેય આરોપીઓ વિશે જાણીને આશ્ચર્ય થયું હતું. આ ઘટનામાં પોલીસને આરોપીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે ફરિયાદીને હેરાન કરવા ત્રણેય માલેતુજારો ઝાડુની ચોરી કરતા હતા.

જનકભાઈએ કહ્યું કે, હું આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર છું. મારી ઓફિસ બહારથી પોતું ચોરવા માટે કોઈએ ઈરાદાપૂર્વક હેરાન કરવા આ કર્યું છે. બે જણ એક્ટિવા પર આવે છે. એક કાળા કલરના કપડામાં રહેલી વ્યક્તિ પોતુ લઈને થોડીવાર એક્ટિવા પાસે બેસે છે. પછી એક્ટિવા પર બેસીને જતો રહે છે. આ ઘટના CCTVમાં કેદ થઈ હોય પોલીસને પૂરાવા તરીકે દ્રશ્યો પણ આપવામાં આવ્યાં છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના સરથાણા વિસ્તારમાં 150 રૂપિયાનું ઝાડુ-પોતું ચોરનાર ચોરો ઝડપાયા છે. આ ઘટનામાં સરથાણા પોલીસને જાણવા મળ્યું હતું કે ત્રણેય ચોરી કરનાર ચોર લખપતિ અને કરોડપતિ છે. ત્રણેય ચોર માલેતુજાર હોવાનું જાણતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઝાડુ ચોરનાર આરોપીમાં એક હીરા દલાલ, એક જમીન દલાલ અને એક એમ્બ્રોઇડરી કારખાનેદાર માલિક હોવાનું બહાર આવ્યું છે. જ્યારે પોલીસને ઝાડુ-પોતું ચોરનાર વિશે ફરિયાદ કરવામાં આવી ત્યારે સરથાણા પોલીસે CCTVના આધારે 3 ચોરોને ઝડપી પાડ્યા હતા.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસે જે આરોપીઓને ઝડપ્યા છે તેમાં જમીન દલાલ ભરત કાનાણી, એમ્બ્રોઇડરી કારખાના માલિક કલ્પેશ તેજાણી અને હીરા દલાલ જીગ્નેશ માંગુકિયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ આ કેસમાં ઘટસ્ફોટ થયો હતો કે, ફરિયાદીને હેરાન પરેશાન કરવા માટે ત્રણેય કરોડપતિઓ ચોર બનીને તેના ઝાડુની ચોરી કરતા હતા. સુરતના સરથાણા પોલીસની આ ફરિયાદ હાલ હાસ્યાસ્પદ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *