ગુજરાતના દલિત પરિવારની પુત્રવધુની ઓસ્ટ્રેલિયાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે પસંદગી થઇ

By | September 2, 2020

રિપોર્ટ અનુસાર, સુરેન્દ્રનગરના પાટડીમાં રહેતા હીરાલાલ ચૌહાણ કોર્ટમાં બેલીમ તરીકેની ફરજ બજાવતા હતા. હીરાલાલ ચૌહાણને ત્રણ સંતાનો છે જેમાં સૌથી નાના પુત્ર દિનેશ ચૌહાણના લગ્ન જામનગરમાં રહેતા નિવૃત્ત સિનિયર એડવોકેટ વીરજી વાઘેલાની સૌથી મોટી પુત્રી કૌશલ્યા વાઘેલા સાથે થયા હતા. લગ્ન બાદ દિનેશ ચૌહાણ અને કૌશલ્યા બંને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હતા અને છેલ્લા 35-40 વર્ષથી બંને ઓસ્ટ્રેલિયામાં રહે છે.

ભારતના લોકો વિદેશમાં જઇને પણ લોકપ્રિયતા અને ખ્યાતિ મેળવે છે. ગુજરાતના પછાત વિસ્તારમાં રહેતા દલિત પરિવારની પુત્રવધુને ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ભારતીય મહિલા સાંસદ બનવાની તક પ્રાપ્ત કરી છે. કૌશલ્યા વાઘેલાની વિક્ટોરિયા પાર્લામેન્ટના સાંસદ તરીકે પશંદગી કરવામાં આવી છે.

શરૂઆતમાં સંઘર્ષ કરીને પતિ-પત્નીએ ઓસ્ટ્રેલિયામાં નાનો એવો બિઝનેસ શરૂ કર્યો. દિનેશ ટેક્સી ડ્રાઇવર હતા. અને કૌશલ્યા માસ્ટર ઓફ એપ્લાઇડનો અભ્યાસ કરવા માટે નાની મોટી નોકરી કરતા હતા.

જ્યારે બંનેએ નવો બિઝનેસ શરૂ કર્યો ત્યારે તેમણે અનેક સરકારી પ્રક્રિયાઓ સામે રજૂઆતો કે, પછી અવાજ ઉઠાવવાની જરૂર પડી હતી અને ત્યારબાદ બન્ને પતિ-પત્ની એ ઓસ્ટ્રેલિયામાં જે-તે સમયે અલગ-અલગ વર્ગના મિનિસ્ટરના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સોસાયટીના પાયાના પ્રશ્નો અને સમાજની જરૂરિયાતો બાબતે પણ તેમણે વિચાર કર્યો હતો. તેથી તેમણે 22 ડિસેમ્બરના રોજ ચૂંટણી લડી હતી અને પરિણામ આવતા કૌશલ્યા ઓસ્ટ્રેલિયાના ભારતીય મૂળના પ્રથમ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા હતા.

કૌશલ્યા વાઘેલાએ જણાવતા કહે છે કે, મારા લગ્નના 26 વર્ષ પુરા થયા છે. મારી દીકરીને અમે માતા-પિતા પાસે ભારતમાં છે. ઓસ્ટ્રેલિયામાં હું દિવસ દરમિયાન ભણતી હતી અને સાંજે રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે નોકરી કરતી હતી અને મારા પતિ કાર ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. મારા પિતા હંમેશાં વિચારતા હતા કે, દીકરીઓને ભણાવીએ તો તે આગળ આવી શકે. પિતા છ વર્ષના હતા ત્યારે તેમના માતા મૃત્યુ પામ્યા હતા. શરૂઆતમાં તેમણે બુટ પાલીસ કરીને જીવન ગુજાર્યું હતું. પરંતુ, એમને ખબર હતી કે, સારું ભવિષ્ય બનાવવા માટે ભણવું પડશે અને આગળ ભણીને તેઓ ઈન્ડિયન એર ફોર્સમાં જોડાયા હતા અને પછી તેઓ વકીલ બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *