જો તમારે પણ પીએમ કિસાન યોજના માં 6000 રૂપિયા નથી આવતા તો આ રીતે સુધારો ભૂલ

By | June 14, 2020

પીએમ કિસાન યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો દર વર્ષે ૬ હજાર રૂપિયા મેળવે છે. કોરોના જેવા સંકટમાં આ રાશિ દેશના ખેડૂતો માટે ખૂબ જ મદદગાર સાબિત થઇ રહી છે. આ જ કારણ છે કે જે ખેડૂતોને હજી સુધી પૈસા આવતા ન હતા, તેમણે પણ આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. આમ તો પીએમ કિસાન નું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું ખૂબ સરળ છે, પરંતુ ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની ચૂક થાય તો પૈસા આવતા નથી. તો હવે ખેડૂતો પોતે જ પીએમ કિસાન ની વેબસાઈટ પર જઈને ભૂલ સુધારી શકે છે.

ચાલો જાણીએ કે પીએમ કિસાન ના રજીસ્ટ્રેશન ફોર્મ કઈ રીતે સુધારા કરશો :-

  1. સૌપ્રથમ પીએમ કિસાન ની અધિકારીક વેબસાઈટ પર જાઓ.
  2. ત્યારબાદ ‘Farmers Corner’ ટેબ પર કર્સર લઇ જાઓ.
  3. અહીં તમને ‘Updation of Self Registration’ ઓપ્શન મળશે આ ઓપ્શન પર ક્લિક કરો.
  4. હવે આધાર નંબર અને કેપ્ચા કોડ નાખીને પ્રોસેસને આગળ વધારો.
  5. હવે તમારી સામે રજીસ્ટ્રેશન સાથે જોડાયેલા ડેટા આવશે.
  6. તમને એક્શન સેક્શનમાં એડિટ નો વિકલ્પ મળશે.
  7. તમારું સરનામું, બેન્ક એકાઉન્ટનો નંબર, મોબાઈલ નંબર, જન્મતારીખ, પિતાનું નામ જેવા વિકલ્પ એડિટ કરી શકશો. તમે તમારી જમીન સાથે જોડાયેલી માહિતી પણ એડિટ કરી શકશો.
  8. હવે save બટન પર ક્લિક કરી દો.

પીએમ કિસાન કિંમત ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયા મળે છે આ રૂપિયા ત્રણ સરખા હપ્તામાં મળે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *