વ્યસનના બંધાણીઓ માટે માઠા સમાચાર : આ મહિને કિંમતોમાં થઇ શકે છે ધરખમ વધારો

By | August 14, 2020

કોરોના વાયરસ મહામારીના વધતા સંક્ર્મણને કારણે પાન-મસાલા વેંચતા ગલ્લાઓ ને ખોલવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો . ત્યારે વ્યસનના બંધાણીઓ ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે આવા બંધાણીઓ માટે ટૂંક સમયમાં માઠા સમાચાર આવી શકે છે. જીએસટી કાઉન્સિલની બેઠક ઓગસ્ટ મહિનામાં ગમે ત્યારે યોજાઈ શકે છે.

CNBC-TV18 મેં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક રાજ્યોના અહિત કારસામાં એટલે કે સીન ગુડ ઉપર સેસ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. સીન ગુડ ઉપર સેસ વધારવાની સલાહ આપનાર રાજ્યોમાં પંજાબ ,છત્તીસગઢ બિહાર અને દિલ્હી નો સમાવેશ થાય છે.

અત્યારે જીએસટી રેટ સ્ટ્રક્ચર અનુસાર સીન ગુડમાં સિગરેટ, પાન-મસાલા અને તમાકુંનો સમાવેશ થાય છે . જેના ઉપર સેસ લાગે છે.સીન ગુડ ઉપરાંત કાર જેવી લક્ઝરી પ્રોડકટસ ઉપર પણ સેસ લગાવવામાં આવે છે. અત્યારે પાન-મસાલા ઉપર 100% સેસ લાગે છે. અને સેસ ના નિયમો અનુસાર વધુમાં વધુ 130 ટકા સુધી વધારી શકાય છે. જેનો મતલબ કે જીએસટી કાઉન્સિલ નિર્ણય લે તો પાન-મસાલા ઉપર વધુ 30 ટકા સેસ વધી શકે છે.

આવી રીતે એરેટેડ પેય ઉપર 12 ટકા સેસ લાગે છે. જો કે કાયદામાં વધુમાં વધુ સેસ લગાવવાની સીમા 15 ટકા છે. આમ જો કાઉન્સિલ નિર્ણય લેશે તો 3 ટકા વધારે સેસ લાગી શકે છે.

સિગારેટ ઉપર વધુમાં વધુ 290 ટકા સુધી સેસ લગાવી શકાય છે . અત્યારે એડ વેલેરમ સહિત સિગારેટની દરેક શ્રેણી ઉપર 4170 રૂપિયા પ્રતિ હજાર સિગારેટ વધારાનો બોજ વહન કરે છે. આ સેસ એક વિશિષટતા ઉપર લગાવવામાં આવી શકે છે. તેની ટકાવારી ની વાત કરીએ તો તે અત્યાર સુધી અધિકતમ 36% સુધી લાગુ થયો છે. આ જોતાં જીએસટી કાઉન્સિલ પાસે 256% વધારો લાગુ કરવાનો વિકલ્પ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *