PM મોદી પાસેથી શીખો આ 10 જીવનમંત્રો, જીવનમાં મળશે અપાર સફળતા

By | September 17, 2020

આજે દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે. પ્રધાનમંત્રી મોદી પોતાની ભાસણ દેવાની કળાને લઈને જનતામાં ખુબ જ લોકપ્રિય છે. હાલમાં તેઓની દાઢીવાળો લૂક યુવાઓમાં ખાસ્સો લોકપ્રિય છે. અને આજ કારણ છે કે આ ઉંમરે પણ પીએમ મોદી દેશના જ નહીં પણ વિશ્વભરના યુવાનો માટે એક પોલિટિકલ આઈકોન છે. ફિટનેસ મંત્ર હોય, ફેશન ટ્રેન્ડ હોય કે પછી સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા, પીએમ મોદીની દરેક જગ્યાએ બોલબાલા છે. 17 સપ્ટેમ્બર 1950માં ગુજરાતના વડનગરમાં જન્મેલા પીએમ મોદી આજે લોકપ્રિયતાના સર્વોચ્ચ સ્થાને છે. તેમની વર્કિંગ સ્ટાઈલ અને લાઈફસ્ટાઈલનાં 10 એવાં પાસાઓ છે કે જે દરેક વ્યક્તિ માટે મેનેજમેન્ટ મંત્ર તરીકે કોઈપણ સમયે કામમાં આવી શકે છે.

1. ઓફબીટ થિંકિંગ

તમે આઉટ ઓફ બોક્સ થિંકિંગનું નામ તો સાંભળ્યું જ હશે. તો પીએમ મોદીની સૌથી મોટી વિશેષતા જ એ છે કે તેઓ પોતાના નિર્ણયો આઉટ ઓફ બોક્સ થિંકિંગ દ્વારા લે છે. સત્તામાં આવ્યા પછી PMOમાં અધિકારીઓ અને કર્મચારીઓમાં અનુશાસન લાવવા માટે સૌખી પહેલાં પીએમ મોદીએ પોતાનું ઉદાહરણ રજૂ કર્યું હતું. તેઓ 14થી 18 કલાક કામમાં વ્યસ્ત રહે છે. તેમણે સરકારી બેઠકો દિલ્હીની બહાર અન્ય રાજ્યોમાં પણ કરી છે. વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો સાથે દિલ્હીની બહાર મુલાકાતો અને બેઠકો કરી છે. મંત્રીઓ અને સાંસદોને દિલ્હીની બહારની જમીન પર કામ કરવા મોકલ્યા. સ્વચ્છ ભારત અને શૌચાલય બનાવવા જેવાં મુદ્દાઓને લાલ કિલ્લા પરથી લલકાર્યા હતા અને તેને સફાઈ તેમજ આરોગ્ય જાગૃતિ અંગે લોકઆંદોલન શરૂ કર્યું હતું.

2. ટીમ અને મિશન મોડમાં કામ કરો

પીએમ મોદી દરેક કામને ટીમ અને મિશન મોડમાં કરતાં જોવા મળે છે. 2014માં સત્તા પર આવતાંની સાથે જ તેમણે ટીમ ઈન્ડિયાનો કોન્સેપ્ટ રાખ્યો હતો. બધા વિભાગો અને એજન્સીઓને ટીમ ઈન્ડિયા તરીકે વિકસાવવા માટે તેઓએ અનેક પહેલ કરી હતી. પીએમ મોદીએ 2022 સુધીમાં ન્યૂ ઈન્ડિયાનું લક્ષ્ય રાખ્યું હતું અને દરેકને ઘર-ખોરાક-પાણી પૂરૂ પાડવા માટે યોજનાઓ શરૂ કરી હતી. બાકી રહેલા પ્રોજેક્ટોને મંજૂરી આપવા પ્રગતિએ બેઠક શરૂ કરી. જ્યારે પીએમ મોદીએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું ત્યારે 9 હસ્તીઓને નોમિનેટ કરીને એક ચેઈન સિસ્ટમ બનાવી, જે જોતજોતામાં એક મોટું અભિયાન બની ગયું.

3. આગળ આવીને નેતૃત્વ લેવાનું સાહસ

ચૂંટણી લડાઇમાં પોતાનો ચહેરો દાવ પર લગાવીને વડા પ્રધાને રાજકીય હિંમતનો હંમેશા પરિચય આપ્યો છે. માત્ર લોકસભા જ નહીં, રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કામના ભરોસે મેદાનમાં ઉતરે છે અને સતત જીત હાંસલ કરે છે. આથી એ જ કારણછે કે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોથી લઈને પૂર્વ ભારત-પૂર્વોત્તર અને સાઉથની ચૂંટણીઓમાં પણ પાર્ટીએ ચૂંટણી બેનરો પર પીએમ મોદીની તસવીરો રાખી હતી. વિપક્ષ દર વખતે મોદીને મુદ્દો બનાવીને ભાજપ પર નિશાન સાધે છે, પણ મોદી તેનો જ ફાયદો ઉઠાવીને જનતાનો વિશ્વાસ જીતી લે છે.

4. પોતે જમીન પર ઉતરવું અને નક્કી સમયસીમામાં કામ પૂરું કરવું

કોઈપણ કામને પૂરું કરવા માટે સમયસીમા નક્કી કરવી સૌથી મહત્વપુર્ણ હોય છે. પીએમ મોદી ગમે તેટલાં વ્યસ્ત કેમ ના હોય, રૂટિનના કામોમાં પોતાની ઉપસ્થિતિ જરૂર રાખે છે. સફાઈ અભિયાન માટે પીએમ મોદીએ દિલ્હી પોલીસ સ્ટેશનમાં જાતે સફાઈ કરી હતી તો કાશીના ઘટ ઉપર પણ જાતે હાથો પડે પાવડો લઈને ઉતરી પડ્યા હતા. મથુરામાં કચરો વેણીને મશીનમાં તેને રિસાયકલ કરીને તેઓએ લોકોને મોટો સંદેશ આપ્યો છે. સ્વસ્છતા મિશનમાં પીએમ પોતે ઉતરીને દેશના લોકોને પણ તેમાંથી પ્રેરણા મળી અને જોત જોતામાં સ્વચ્છતા આંદોલન જનઆંદોલન બની ગયું. અને તે પીએમ મોદીની કાર્યશૈલીનું જ પરિણામ હતું.

5. ફિટનેસની મિશાલ

70 વર્ષની ઉંમરમાં જ્યારે લોકો આરામથી જિંદગી વિતાવવા ઈચ્છે, તે ઉંમરમાં મોદી આજે લગભગ 14 કલાક સુધી કામ કરે છે. સહેજ પણ થાક વગર સતત વિદેશ પ્રવાસ, મેરેથોન બેઠક અને લોકોનાં મગજમાં ફીટ બેસી જાય તેવા ભાષણો મારફતે તે અલગ મિશાલ રજૂ કરે છે. પીએમ મોદીએ ફિટનેશને દેશના દરેક નાગરિક માટે એક મિશન બનાવી દીધું છે. યોગ દિવસ, ફિટ ઈન્ડિયા મુવમેન્ટ જેવા અભિયાન પણ પીએમ મોદીએ શરૂ કર્યા છે.

6. નવી ટેક્નોલોજી સાથે લગાવ

પીએમ મોદીને ન્યુ ટેક્નોલોજી સાથે લગાવ છે. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો સાથે જોડાયેલાં રહે છે. નમો એપ મારફતે તે લોકો સાથે સીધો સંવાદ કરે છે. તમામ મંત્રીઓ, વિભાગોના અધિકારીઓને પણ તેઓએ ટેક્નોલોજી મારફતે લોકો સાથે સીધા સંપર્કમાં રહેવા પ્રેરિક કર્યા હતા. ફેસબૂક ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે અને ટેક્નોલોજી પ્રત્યે લગાવ દ્વારા પીએમ મોદી યુવા પેઢીના સીધા સંપર્કમાં રહે છે. વિપક્ષી પાર્ટીઓ જ્યારે સોશિયલ મીડિયાને સમજવાની કોશિશ કરી રહી છે, ત્યાં પીએમ મોદી સોશિયલ મીડિયાના કિંગ બની ચૂક્યા છે.

7. બ્રાન્ડિંગમાં માહેર

કેન્દ્રની રાજનીતિમાં પીએમ મોદીએ 2013માં એન્ટ્રી મારી ત્યારથી દેશના ચૂંટણી પ્રચારમાં મોટા બદલાવ જોવા મળ્યા છે. જેમ કે 3ડી કેમ્પેઈન, રેડિયો પર મનની વાત, ચાય પે ચર્ચા, ચૂંટણી કેમ્પેઈન માટે પ્રોફેશનલ મેનેજમેન્ટ કંપનીઓની મદદ, વિદેશોમાં પણ મોટી જનસભાને સંબોધન સહિતની અનેક ટેકનિક પીએમ મોદીએ વિકસાવી છે. અને આ બ્રાન્ડિંગ મારફતે તેઓએ પોતાને એક બ્રાન્ડમાં બદલી દીધા છે. અને સાથે સાથે દેશની ચૂંટણી તસવીર પણ બદલી દીધી છે. વિપક્ષે જ્યારે કહ્યું કે, ચોકીદાર ચોર છે ત્યારે પીએમ મોદીએ તેનો જ ઉપયોગ પોતાના હથિયાર તરીકે કરીને હું પણ ચૌકીદાર અભિયાનની શરૂઆત કરી વિપક્ષને ધૂળ ચાટતી કરી હતી.

8. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ અટલ રહેવું

જ્યારે પરિસ્થિતિ આપણા ફેવરમાં ન હોય ત્યારે ટીકાઓથી અનેક લોકો નિરાશ થઈ જાય છે. પણ આવી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પીએમ મોદી પાસેથી શીખવું જોઈએ. તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિમાં આગળ આવીને પોતાને સંભાળે છે અને એક અલગ જ મિશાલ રજૂ કરે છે. પુલવામા હુમલા બાદ ચારે બાજુથી તેમના પર દબાણ બનાવવામાં આવ્યું. પણ વિપક્ષના ધારદાર પ્રહારો વચ્ચે પણ તેઓએ અડગ રહીને એરસ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને સબક શીખવાડ્યો હતો. ચંદ્રયાન 2 મિશન અસફળ રહેતાં પીએમ મોદીનું વૈજ્ઞાનિકોને સાંત્વના આપવા સહિતની અનેક ઘટનાઓમાં પીએમ મોદીએ આપણને શીખવાડ્યું છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પોતાને કેવી રીતે સંભાળવી જોઈએ અને તેમાંથી સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી જોઈએ.

9. વિદેશ નીતિમાં પર્સનલ કેમિસ્ટ્રી પર જોર

વિપક્ષ મોદી સરકારની વિદેશ નીતિની ટીકાઓ કરતું આવ્યું છે, પમ વિદેશ નીતિમાં પણ પીએમ મોદીએ બાકીના રાજનેતાઓથી અલગ તરી આવીને વિશ્વ નેતાઓની સાથે પર્સનલ કેમિસ્ટ્રી બનાવી દીધી છે. વૈશ્વિક નેતાઓની સાથે તેમની દોસ્તીની તસવીરો દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી છે. બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ, વ્લાદિમીર પુતિન, બેન્જામિન નેતન્યાહૂ, શિંઝો આબે, શી જિનપિંગ, ઈમેન્યુઅલ મેક્રો જેવા નેતાઓ સાથેની દોસ્તીનો સંબધ જે ભારતને દુનિયામાં એક અલગ જ ઓળખાણ અપાવે છે.

10. ફેશન ટ્રેન્ડ રજૂ કરવો

પીએમ મોદી પોતાની લાઈફસ્ટાઈલ અને ફેશનને લઈને પણ ખુબ જ સજાગ રહે છે. તેમની સ્ટાઈલ નાનાથી માંડીને વૃદ્ધ સુધીના તમામ લોકોને આકર્ષે છે. અને એટલે જ આજે મોદી જેકેટ તમામ ઉંમરના લોકોમાં ખુબ જ લોકપ્રિય છે. પીએમ મોદીએ જે પણ સ્ટાઈલ અપનાવી તે લોકોમાં લોકપ્રિય થઈ જાય છે. હાલમાં લોકડાઉનના સમયમાં પીએમ મોદીએ દાઢી વધારી છે, અને તેમનો એ લૂક જોઈ ભલભલા યુવાઓ પણ પાણી પાણી થઈ જાય છે. 2016માં બ્રિક્સ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના શી જિનપિંગ, બ્રાઝિલના માઈકેલ ટેમર અને જેકબ જુમા ડિનર સમયે મોદી જેકેટમાં નજર આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *