આજથી બદલાઈ ગયા ટ્રાફિકના નિયમો, પોલીસ રોકે તો કરો આ કામ

By | October 1, 2020

પહેલી ઓક્ટોબર એટલે કે આજથી ઘણા નિયમો બદલાઇ રહ્યાં છે. ખાસકરીને આજથી ટ્રાફિક પોલીસના રોકવા પર ડિજિટલ ડોક્યુમેન્ટસ દેખાડીને આગળ વધી શકો છો. હવે વાહનની સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત બધા પ્રકારના ડોક્યૂમેન્ટસ સાથે રાખવા ફરજિયાત નહી રહે.

વાહન ચલાવતી વખતે સાથે RC (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજોની હાર્ડ કોપી રાખવાનું ટેન્શન હવે ખતમ થવાનું છે. વેહિકલ સાથે સંકળાયેલા આ દસ્તાવેજોની માત્ર વેલિડ સોફ્ટ કોપી સાથે રાખીને પણ તમે તમારું વાહન ચલાવી શકશો. તપાસ દરમ્યાન એ પુરાવા તરીકે માન્ય રહેશે એટલે કે હાર્ડ કોપી બતાવવાની જરૂરત નહીં પડે. આ સાથે ડ્રાઇવિંગ દરમ્યાન રૂટ જોવા માટે હવે મોબાઇલનો પણ ઉપયોગ કરી શકશો. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે મોટર વાહન નિયમ 1989માં કરવામાં આવેલાં વિવિધ સંશોધનોનું નોટિફિકેશન જારી કરી દીધું છે

કેન્દ્રના રોડ, પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયએ ડિજિટલીકરણને પ્રોત્સાહન કરવાની દિશામાં કામ કરતા મોટર વાહન નિયમ, 1989માં સંશોધન કર્યું છે. જેના હેઠળ હવે મંત્રાલયે 1 ઓક્ટોબર 2020થી આ નવા બદલાયેલા નિયમોને લાગુ કરવા જઇ રહ્યું છે. એવામાં હવે ગુરુવારથી તમારે તમારી કાર, બાઇક અથવા પછી કોઇ અન્ય વાહનની સાથે જરૂરી દસ્તાવેજ સાથે લઇને ચલાવાની કોઇ જરૂરિયાત નહીં રહે. 

વાહન ચાલક હવે વાહનથી સંબંધિત ડૉક્યુમેન્ટસ Digi-Locker એટલે કે M-parivahanમાં સ્ટોરેજ કરી શકે છે, અને જરૂરિયાત પડવા પર ડિજિટલ માધ્યમથી દેખાડવાની છૂટ રહેશે. એટલે કે હવે ટ્રાફિક પોલીસકર્મી હાર્ડ કોપી માંગી શકશે નહીં. 

સરકારે કહ્યું હતું કે 1 ઓક્ટોબર, 2020થી ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઈ-ચલણ સહિત વાહનથી સંકળાયેલા તમામ દસ્તાવેજની જાળવણી એક IT પોર્ટલના માધ્યમથી કરવામાં આવશે. તપાસ દરમ્યાન ઇલેક્ટ્રોનિક માધ્યમથી કાયદેસર થયેલા વેહિકલ દસ્તાવેજને બદલે હાર્ડ કોપીની માગ નહીં કરવામાં આવે. એ સાથે લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા અયોગ્ય અને રદ કરવામાં આવેલા ડ્રાઇવિંગ લાઇસન્સની ડિટેલ્સ પોર્ટલ પર રેકોર્ડ કરવામાં અને અપડેટ
કરવામાં આવશે.

જો કોઇ વાહન સંબંધી ડોક્યુમેંટસને ડિજિટલ વેલિડેશન પૂરુ થઇ ગયુ છે તો તેણે ફરી ફિઝિકલ રીતે કોઇ ડોક્યુમેન્ટસ દેખાડવાની જરૂરિયાત રહેશે નહીં. આમાં એ મામલા પણ સામેલ હશે, જેમાં નિયમોમાં ઉલ્લંઘન પછી ડોક્યુમેન્ટસ જપ્ત કરવાની જરૂરિયાત હોય છે. 

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે મોટર વેહિકલ રૂલ્સ 1989માં કરવામાં આવેલા સંશોધનો વિશે વટહુકમ જારી કર્યો છે, જેમાં મોટર વેહિકલ રૂલ્સની યોગ્ય રીતે દેખરેખ માટે 1 ઓક્ટોબર, 2020થી પોર્ટલના માધ્યમથી વાહન સંબંધી દસ્તાવેજ અને ઈ-ચલણની જાળવણી કરવામાં આવશે.

આ સિવાય ટ્રાફિક નિયમોનું પાલન નહી કરનારાઓનું કોઇ ઇ-ચલન પણ સરકારના ડિજિટલ પોર્ટલના માધ્યમથી જારી કરવામાં આવશે. એટલું જ નહીં ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્સલ કર્યા પછી ડિજિટલ પોર્ટલ પર રિપોર્ટિંગ કરવું પડશે.

વાહનચાલકોની હેરાનગતિ બંધ થશે

સરકાર ઇચ્છે છે કે કોઇ પણ વાહનનું ચેકિંગ વારંવાર ન કરવામાં આવે, જેનાથી રોડ પર ચાલતા ડ્રાઇવરોની પરેશાની ઓછી થશે. મંત્રાલયે કહ્યું હતું કે IT સર્વિસ અને ઇલેક્ટ્રોનિક્સ મોનિટરિંગના ઉપયોગથી દેશમાં વાહનવ્યવહાર નિયમોને સુચારુ રૂપે લાગુ કરી શકાશે. એની સાથે એનાથી વાહનચાલકોની હેરાનગતિ દૂર થશે અને લોકોને સુવિધા થશે.

મંત્રાલયે જણાવ્યું છે કે નવા નિયમો પછી ટ્રાફિક ઉલ્લંઘનના કેસ ઓનલાઇન અપડેટ કરવામાં આવશે. જેમાં ઓથોરિટીઝ અને ડ્રાઇવરના વ્યવહારનો રેકોર્ડ પણ રાખવામાં આવશે. જેમાં તપાસનો સમય, પોલીસ અધિકારીનો યૂનિફોર્મ સહિતનું ઓળખ પત્રનો રેકોર્ડ પણ પોર્ટલ પર અપડેટ હશે. ટ્રાફિકના નવા નિયમો હેઠળ અધિકૃત અધિકારી પણ આવશે. 

તેની સિવાય એક ખાસ નિયમ 1 લી ઓક્ટોબરથી બદલાઇ રહ્યો છે. મંત્રાલયે ડ્રાઇવિંગ સમયે મોબાઇલ ફોનના ઉપોયગ કરવાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ અથવા હેંડહેલ્ડ ડિવાઇસનો ઉપયોગ માત્ર રૂટ નેવિગેશન માટે હશે. આ સાથે જ એ પણ ધ્યાન રાખવાનું હશે કે રૂટ નેવિગેશનના સમયે સંપૂર્ણ ધ્યાન ડ્રાઇવિંગ પર જ હોય. 

આ સિવાય ફોનનો ઉપયોગ કરવા પર દંડ આપવો પડશે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરતા પકડાઇ જવા પર 1,000 રૂપિયાથી લઇને 5,000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. 

હવે લાઇસન્સ, RC પણ તમે ઘરે બેઠા ઓનલાઇન બનાવી શકો છો. નવા નોટિફિકેશન મુજબ હવે આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવા, લાઇસન્સનું નવીનીકરણ, ગાડીનું રજીસ્ટ્રેશન અને તેના સાથે જોડાયેલ દસ્તાવેજમાં સરનામું બદલવા માટે હશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *