ફ્લોરિડા યુનિવર્સિટીનો દાવો : સોશ્યિલ ડિસ્ટન્સ પણ કોરોનાથી બચવામાં છે નિષ્ફળ

By | August 14, 2020

હાલ કોરોનાને કારણે વિશ્વભરમાં કરોડો લોકો સંક્રમિત થયા છે તેમજ લખોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાથી બચવા સોશ્યિલ ડીસ્ટન્સને એક સાધન માનવામાં આવતું હતું, પરંતુ આ બાબતે ફ્લોરિડા યુનિવર્સિટીએ એક હચમચાવી દેતો ખુલાસો કર્યો છે. ફ્લોરિડા યુનિવર્સિટી મુજબ હવામાં જેનેટિક મટિરિયલ સાથે કોરોના વાયરસ પણ જીવતો રહે છે.

ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીથી સાતથી 16 ફૂટ દૂર એરોસોલમાં હાજર જીવતા વાયરસને આઇસોલેટ કર્યો છે. જે બાદ વૈજ્ઞાનિકોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોમાં બદલાવ કરવાની સૂચના આપી છે. 

જે રુમમાં વાયરસને આઇસોલેટ કરવામાં આવ્યો હતો. તે રુમમાં એક કલાકમાં 6 વખત હવાને બદલવામાં આવી હતી. છતા પણ એક લીટર હવામાં વાયરસના 74 પાર્ટીકલ્સ જોવા મળ્યા હતા. એટલે કે વેન્ટિલેશન ન હોય ત્યાં હવામાં મોટી સંખ્યામાં વાયરસ મળી શકે છે.

જો કે ન્યૂયોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીએ કહ્યું કે જેટલી સંખ્યામાં વાયરસ મળ્યા છે તે કોઇ વ્યક્તિને સંક્રમિત કરવા માટે પૂરતા નથી. જ્યારે યૂનિવર્સિટી ઓફ પીર્ટ્સબર્ગના શ્વાસ રોગના વિશેષજ્ઞએ કહ્યું કે આ પરિણામથી હવે વધુ સાવધાન રહેવાની જરૂર છે. 

જ્યારે ઓસ્ટ્રેલિયાની મેલબર્ન યુનિવર્સિટીના એટમોસફેરિક કેમિસ્ટે કહ્યું કે, રુમમાં સોશિયલ ડિસ્ટન્સનો નિયમ કામ નથી કરતી. એટલે કે જે લોકો એ સમજી રહ્યાં છે કે તેઓ ઘરમાં સુરક્ષિત છે તે તેવું બિલકુલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *