અનલોક-4 ની ગાઇડલાઇન થઇ જાહેર: જાણો કઈ-કઈ છૂટ મળશે?

By | August 30, 2020

કેન્દ્ર સરકારે અનલોક-4 માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન મુજબ સરકારે શરતો સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રો ચલાવવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત 21 સપ્ટેમ્બરથી 100 લોકોને પણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની પણ છૂટ આપવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારના મેટ્રો ચલાવવાના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે મને ખુશી છે કે મેટ્રોને 7 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તેની કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

અનલોક -4 માર્ગદર્શિકા બહાર પાડ્યા પછી, દિલ્હી મેટ્રોએ જાહેરાત કરી છે કે તેની સેવાઓ તબક્કાવાર રીતે 7 સપ્ટેમ્બરથી શરૂ થશે.ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા અનુસાર 21 સપ્ટેમ્બરથી સામાજિક, રાજકીય, મનોરંજન, રમતગમત વગેરેથી સંબંધિત કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે, પરંતુ એક છત હેઠળ મહત્તમ 100 લોકો ઉપસ્થિત રહેશે. જો કે માસ્ક, સામાજિક અંતર, થર્મલ સ્કેનીંગ, સેનિટાઇઝર જેવા નિયમોનું પાલન કરવું પડશે.

આ ઉપરાંત સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હજી પણ બંધ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર 9 થી 12 વર્ગના વિદ્યાર્થીઓ તેમના પરિવારની સંમતિ મળ્યા પછી શાળાએ જઈ શકશે.

સરકારે 30 સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વિસ્તૃત પરામર્શ કર્યા પછી, નિર્ણય લેવામાં આવ્યો છે કે 30 સપ્ટેમ્બર સુધી શાળાઓ, કોલેજો, કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે. ઓપન એર થિયેટરોને 21 સપ્ટેમ્બર 2020 થી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50% જેટલા શૈક્ષણિક સ્ટાફને ઓનલાઇન શિક્ષણ અને સંબંધિત કાર્ય માટે શાળાઓમાં બોલાવી શકાય છે.ગૃહ મંત્રાલયે પણ પોતાની માર્ગદર્શિકામાં સ્પષ્ટ કર્યું છે કે રાજ્યો કન્ટેનમેન્ટ ઝોનની બહાર લોકડાઉન મૂકી શકતા નથી.

જો કે કન્ટેન્ટ ઝોનમાં કડક નિયંત્રણ જાળવવામાં આવશે અને ફક્ત જરૂરી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે. આ કન્ટિમેન્ટ ઝોન સંબંધિત જિલ્લા કલેક્ટર્સ વેબસાઇટ પર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સૂચિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *