યુપી બોર્ડની પરીક્ષા: ચુંદડી ઉત્પાદકની પુત્રીએ કર્યું હાઇસ્કૂલમાં ટોપ, ભવિષ્ય માટે આ છે તેના સપના

By | June 29, 2020

યુપી બોર્ડે શનિવારે હાઇસ્કૂલ અને ઇન્ટરમિડિએટનું પરિણામ જાહેર કર્યું છે. બદૌતની રહેવા વાળી રિયા જૈન હાઈસ્કૂલમાં 96.67 ટકા મેળવીને પ્રથમ ક્રમે આવી છે. રિયાના પિતા ચુંદડી બનાવે છે. આ સફળતા મેળવવા માટે રિયાએ સખત અભ્યાસ કર્યો છે.

રિયાએ મીડિયાને જણાવ્યું છે કે આ તૈયારી દરમિયાન રિયાને તેના માતાપિતા અને મોટી બહેનનો ખુબ ટેકો મળ્યો છે. નોંધનીય છે કે રિયાએ બોર્ડની પરીક્ષાની તૈયારી માટે કોઈ પ્રકારનું ટ્યુશન નથી લીધું અને તેણે એક દિવસમાં 15 થી 16 કલાક અભ્યાસ કર્યો છે.

રિયા સવારે 4 વાગે જાગી જતી અને દિવસભર માત્ર 3 કલાક જ સૂતી હતી. હવે રિયા ઈચ્છે છે કે તેના નાના ભાઈ-બહેનો તેમના જેવા જ નંબર લાવે અને જિલ્લાનું નામ રોશન કરે.

રિયા શ્રી રામ ઇન્ટર કોલેજમાં અભ્યાસ કરે છે, ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઇન્ટરમિડિયેટમાં ટોચનો ક્રમ મેળવનાર અનુરાગ મલિક પણ આ શાળામાં અભ્યાસ કરે છે. અનુરાગે બોર્ડની પરીક્ષામાં 97 ટકા મેળવ્યા છે.

હાઈસ્કૂલમાં સારા ટકા લાવવા વાળી રિયા ભવિષ્યમાં અંગ્રેજી વિષયની પ્રોફેસર બનવા માંગે છે, જ્યારે અનુરાગ નું આઈ.એ.એસ. બનવાનું સપનું છે. અનુરાગે તેની પ્રથમ હાઇ સ્કૂલની પરીક્ષામાં પણ 92 ટકા ગુણ મેળવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *