વરાછામાં કરફ્યૂ દરમિયાન કારમાં નીકળેલા ચાર શખ્સોને રોકતા તેમની દસેક ભલામણ માટે આવેલા આરોગ્યમંત્રીના પુત્ર સાથે માથાકૂટ થતાં હેડક્વાર્ટરની મહિલા કોન્ટેબલ તાડુકી ઊઠી હતી. “તારા બાપની નોકર છું’ તેમ કહી આ કોન્ટેબલે વરાછા પોલીસ ઇન્સ્પેકટરને ફરિયાદ કરતાં તેને પોઇન્ટ ઉપરથી હઠી જવાનું કહેતો ઓડિયો વાઈરલ થયો હતો.
સુનિતા યાદવ નામની આ લેડી કોન્સ્ટેબલ વરાછા માનગઢ ચોક નજીક ગત રાત્રે પોઈન્ટ ઉપર ઊભી હતી. રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં એક કારમાં ચાર શખ્સો આવ્યા હતા. જેમની સાથે આ કોન્સ્ટેબલ ની માથાકુટ થઇ હતી. ત્યારે તેના ફોનથી આરોગ્યમંત્રી કુમાર કાનાણી નો પુત્ર ત્યાં આવી ચઢ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી દરમ્યાન આરોગ્ય મંત્રી ના પુત્ર 365 દિવસ નોકરી કરાવીશ તેઓ દમ મારિયા ના આક્ષેપો વચ્ચે આ કોન્સ્ટેબલ તેનો ઉધળો લઇ નાખ્યો હતો. તારા બાપનું નોકર છું! તમારા ગુલામ છે અમે લોકો? તેમ કહી શાન ઠેકાણે લાવી દીધી હતી.
પોલીસ સાથે ગેરવર્તન કર્યાના આક્ષેપ સાથે આ કોન્સ્ટેબલ વરાછા પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કરી ફરિયાદ કરતા આ કોન્સ્ટેબલને જ પોઈન્ટ ઉપર થી હટી જવાની સૂચના આપતો ઓડિયો વાયરલ થઈ ગયો છે. જોકે આ વાયરલ ઓડિયો અને ઘટનાની હકીકત જાણવા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર નો સંપર્ક કરતા થઇ શકયો ન હતો.