ચીન વિરોધી માહોલમાં આ ભારતીય કંપનીને થયો બહુ મોટો ફાયદો, એક જ મહિનામાં 50,000 TV વેચ્યા

By | June 10, 2020

નવી દિલ્હી. કોરોનાવાયરસ ના કારણે દુનિયાના ઘણા દેશોમાં ચીન વિરોધી માહોલ બન્યો છે. ત્યાંજ, ભારતમાં વૈશ્વિક મહામારી ની સાથે લદાક સીમા પર તણાવના કારણે આમ લોકો ચીનના વિરોધી થઈ ગયા છે. ભારતમાં લોકો ચીન ની વસ્તુઓ અને એ ઉપરાંત ચીનના સોફ્ટવેર અને એપનો પણ બહિષ્કાર કરે છે. ચીનની ખિલાફ થયેલા આ માહોલમાં VU Technologies ને ઘણો ફાયદો થયો છે. VU એ lockdown પછી મે મા 50 હજાર tv સેટ વેચીને રેકોર્ડ બનાવ્યો છે.

મે‌‌ માં સૌથી વધારે વેચાયા display quality વાળા ટીવી સેટ

VU કંપનીએ એ મે મા સૌથી વધારે 4k display quality વાળા ટીવી સેટ વેચ્યા છે. કંપની ના ચેરમેન અને CEO દેવિકા સરાફ એ કહ્યું કે lockdown દરમિયાન અહીંયા બીજી કંપનીઓની માંગ ઓછી થવાના સંકટના કારણે ગભરાઈ રહી છે. ત્યાં જ અમારી બ્રાન્ડનું પ્રદર્શન lockdown દરમ્યાન પણ ખુબ સારું રહ્યું. રેકોર્ડ સેલની સાથે મે માં અમારી બ્રાન્ડ સૌથી વધારે ટીવી સેટ વેચવાની બાબતમાં બધાથી ઉપર આવી ગઈ છે. અમે સેમસંગ, એલ જી અને ચીનની બ્રાન્ડ એમઆઇ થી બહુ આગળ છીએ.

કંપનીએ ગ્રાહક સેવા પર પણ આ બધાની વચે આપ્યું ઘણું ધ્યાન

સરાફે કહ્યું કે અમને ચાઇના વિરોધી વાતાવરણથી ચોક્કસપણે ફાયદો થયો છે. ઉપરાંત, અમે ગ્રાહક સેવા પર ઘણું ધ્યાન આપ્યું છે. કોરોના વાયરસને લીધે, જો અમે ગ્રાહકની ફરિયાદ પર ટીવીનું સમારકામ કરવામાં સમર્થ ન હતા, તો અમે તેને બદલે તેને બીજો નવો ટીવી આપ્યો છે. જણાવી દઈએ કે ભારત-ચીન સરહદના વધતા તણાવને કારણે ચાઇના ઉત્પાદનોનો બહિષ્કાર શરૂ થયો છે. ત્યાં સુધી કે લોકોએ ચીનની એપ પણ પોતાના સ્માર્ટફોનમાં થી હટાવી દીધી છે.

પહેલાંની તુલનામાં મે દિવસમાં 10 ગણા સેટ વેચ્યા

VU 4k ટીવી સેટ્સ (સાઇજ તરીકે) 25 હજાર થી શરૂ થઈને 48 હજાર રૂપિયા સુધી ઉપલબ્ધ છે. શરાફ એ બતાવ્યું કે ઈ કોમર્સ કંપની flipkart જ્યાં પહેલા દરરોજ VU 200 સેટ્સ વેચતી હતી. ત્યાંજ, આ દરમિયાન એક દિવસમાં 2 હજાર ટીવી સેટ સુધી પહોંચ્યા છે. શરાફ એ બતાવ્યું કે તેમની કંપની પહેલેથી તૈયાર ટીવી સેટ આયાત કરે છે. ત્યાર પછી ગ્રાહકો સુધી પહોંચાડતા પહેલા તેમાં કોઈક વસ્તુઓ ભેગી કરવામાં આવે છે. આ સેટ ચીન સહિત ઘણા દેશોમાંથી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *