શું દેશમાં ફરીથી લોકડાઉન લાગુ કરવું જોઈએ? સર્વેમાં આવ્યો આ જવાબ

By | August 20, 2020

દેશમાં વકરતા કોરોના સંક્ર્મણને જોતા દેશમાં ફરી લોકડાઉન લાગુ કરવાની જરૂર જણાય છે. એવામાં લોકો આ અંગે શું વિચારે છે તે જાણવા સ્થાનિક ખાનગી સંસ્થા ‘લોકલ સર્કલ’એ એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે 53 ટકા લોકો કોરોનાનું સંક્ર્મણ ઘટાડવા ફરી લોકડાઉન (Lockdown) લાગુ કરવાની તરફેણમાં છે, જ્યારે 58 ટકા લોકો માને છે કે, શહેર અને ગામ જિલ્લા નજીક કોરોના રોગચાળાને કાબૂમાં લેવા માટે તત્પરતાનો અભાવ છે.

24 હજારથી વધુ લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો
દેશના 242 જિલ્લામાં કરાયેલા સર્વેમાં 24 હજારથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.
તેમાં 65 ટકા પુરુષો અને 35 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. સર્વેને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યો હતો. પહેલા તબક્કામાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે હાલના કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે શું પગલા ભરવા જોઈએ? જેના જવાબમાં 53 ટકા લોકોએ લોકડાઉન લાગુ કરવા માટે ભલામણ કરી છે.

46 ટકા લોકોને લોકડાઉનની જરૂર નથી જણાતી
46 ટકા લોકો કહે છે કે કોરોનાને રોકવા ફરી લોકડાઉન ન થવું જોઈએ. બીજા તબક્કામાં પૂછવામાં આવ્યું હતું કે જો સરકારે કોરોનાની સાથે જીવવાનું મોડેલ અપનાવવા લોકોને અપીલ કરી હોત તો લોકોએ કેટલું સ્વીકાર્યું હોત? આના જવાબમાં, ચાર ટકા લોકોએ કહ્યું કે તેઓ પહેલાની જેમ જ બહાર નીકળે છે. જ્યારે 47 ટકા લોકોએ કહ્યું હતું કે જ્યારે કોઈ મહત્વની જરૂરિયાત હોય ત્યારે જ તેઓ બહાર જાય છે. ત્રીજા તબક્કામાં લોકોને પૂછવામાં આવ્યું કે તેઓ માને છે કે તેમના શહેરો અને ગામો કોરોનાને કાબુમાં કરવામાં સક્ષમ છે? જવાબમાં, પાંચ ટકા લોકોએ કહ્યું કે તેઓ સંપૂર્ણ રીતે સક્ષમ છે, 25 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ કંઈક સક્ષમ છે, જ્યારે 27 ટકા લોકોએ કહ્યું કે તેઓ બિલકુલ તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *