તમારા પડોશમાં કોઈ કોરોના પોઝિટિવ હોય તો શું કરશો? જાણીલો અહીંયા

By | August 29, 2020

છેલ્લા કેટલાક સમયથી આખી દુનિયા જીવલેણ કોરોના વાયરસ સામે સંઘર્ષ કરી રહી છે. આપણા દેશમાં પણ કોરોનાના કેસ 34 લાખથી વધી ગયા છે. આ સમય દરમિયાન જો તમારા પાડોશમાં રહેતી કોઈ વ્યકિતને કોરોના થાય તો નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. આ વચ્ચે ઓફિસો, કામ-ધંધા શરૂ થઈ ગયા છે. દરેક વ્યકિત ડરના માહોલ હેઠળ જીવી રહી છે. આવી સ્થિતિમાં જો તમારા એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં કોઈ વ્યકિતને અથવા બાજુના દ્યરમાં જ રહેતા પાડોશીને કોરોના વાયરસનો ચેપ લાગે તો તમે શું કરશો? કોરોના વાયરસથી બચવા માટે હાલ સોશિયલ ડિસ્ટન્સિંગ જ બેસ્ટ ઓપ્શન છે. આ સિવાય હાઈજીનનું પણ વધારે ધ્યાન રાખવું પડશે.

તેમાય જો આજુ-બાજુમાં કોઈ કોરોનાના સકંજામાં આવે ત્યારે તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તે મોટી જવાબદારી બની જાય છે. આ સમયે કેટલીક એવી ટિપ્સ છે, જેનાથી તમે પોતે અને તમારા પરિવારના સભ્યો કોરોનથી બચીને સ્વસ્થ રહી શકો છો.

હાલના જાહેર થયેલા કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, જીવલેણ કોરોના વાયરસ હવા દ્વારા પણ ફેલાય છે, ખાસ કરીને બંધ વિસ્તારોમાં. જો કે, આ બીમારી કઈ રીતે ફેલાય છે તેનું કોઈ ચોક્કસ માળખું નથી. એવામાં તમે જયારે પણ ઘર બહાર નીકળો ત્યારે ચહેરો ઢાંકેલો રાખવો જરૂરી છે. તમે મુખ્ય દરવાજો અને રેલિંગની સરફેસને અડવાથી બચવા માટે તમે ડિસ્પોઝેબલ ગ્લવ્ઝ પહેરી શકો છો.

સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક રીતે પાલન કરવું જોઈએ અને અલગ-અલગ ઘરમાંથી આવતી બે વ્યકિત એકસાથે લિફ્ટનો ઉપયોગ ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે સીડી ચડી શકતા હો તો લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળવું. અને જો તમે લિફ્ટનો ઉપયોગ કરો, ખાસ કરીને તમારી સાથે અન્ય કોઈ વ્યકિત હોય ત્યારે ફિઝિટલ ડિસ્ટન્સ જાળવવું

તમારા દરવાજાના આગળીયા, ટેબસટોપ્સ, લાઈટની સ્વિચ, હેન્ડલ, બેડ ફ્રેમ, ઘરના દરવાજા…આ એવી વસ્તુ છે જેને આપણે વધારે અડતા હોઈએ છીએ. તેથી કિટાણુનાશક સ્પ્રેથી વારંવાર તેની સફાઈ કરવી.

બહાર તમે કઈ વસ્તુને અડી રહ્યા છો તેનું ધ્યાન રાખવું. બિલ્ડિંગનું લેટરબોકસ, લિફ્ટના બટર, રેલિંગને જયારે પણ અડો ત્યારે સાવચેતી રાખો. હંમેશા તમારી સાથે સેનિટાઈઝરની એક બોટલ રાખો. કે જેથી તમે બહાર જાવો ત્યારે કંઈ પણ અડ્યા બાદ તમારા હાથને તરત જ સેનિટાઈઝ કરી શકો.

સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક-ગ્લવ્ઝ પહેરવા સિવાય એક વાત દરેકે યાદ રાખવાની જરૂર છે અને તે એ છે કે વારંવાર ચહેરાનો સ્પર્શ કરવો નહીં. વારંવાર પોતાને યાદ કરાવો કે ચહેરાને અડવાનો નથી.

જો તમારા પાડોશમાં કોઈનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવે તો દિવસમાં બેવાર પાંચ મિનિટ માટે નાસ લો, આ ઉપરાંત દિવસમાં એકવાર આદુવાળુ હુંફાળુ પાણી પીવું. તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત રાખવા માટે ઈમ્યૂનિટી બૂસ્ટિંગ ડ્રિંક જેમ કે ઘરે બનાવેલો કાવો પીવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *