આખરે કોને મળશે મુકેશ અંબાણીનું સામ્રાજ્ય? પરિવારમાં ઝઘડા નિવારવા અપનાવ્યો આ ઉપાય

By | August 18, 2020

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી એક ફેમિલી કાઉન્સિલ બનાવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આમ કરવા પાછળનું કારણ રિલાયન્સના બિઝનેસ એમ્પાયર માટે ઉત્તરાધિકારી નક્કી કરવાનું છે. આ કાઉન્સિલમાં પરિવારનાં તમામ સભ્યોને બરાબરનું પ્રતિનિધિત્વ મળશે, જેમાં નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણી, અનંત અંબાણી અને દીકરી ઈશા અંબાણી પણ સામેલ હશે.

આ કોણ-કોણ હશે કાઉન્સિલના મહત્વના સભ્યો ?

આવનારા સમયમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મહત્વના નિર્ણયો મુકેશ અંબાણીના બાળકોનાં હાથમાં હશે. મળતી માહિતી મુજબ, આવતાં વર્ષના અંત સુધીમાં મુકેશ અંબાણી પોતાના વિશાળ બિઝનેસ અમ્પાયરનો ઉત્તરાધિકારી નક્કી કરી લેશે. આ ફેમિલી કાઉન્સિલ પણ ઉત્તરાધિકારી નક્કી કરવાનો એક ભાગ છે. આ કાઉન્સિલમાં પરિવારનો એક એડલ્ટ, 3 બાળકો અને એક બહારનો સભ્ય હશે જે મેન્ટર અને એડવાઈઝર તરીકેની ભૂમિકામાં કામ કરશે.

ભૂતકાળની ભૂલો સુધારવા બનાવી કાઉન્સિલ

આ કાઉન્સિલ રિલાયન્સમાં કોઈ પણ નિર્ણય લેવામાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવશે. કાઉન્સિલ મારફતે પરિવારથી લઈ બિઝનેસ સાથે જોડાયેલાં મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવશે. આ કાઉન્સિલને બનાવવા પાછળ મુકેશ અંબાણીનો ઉદ્દેશ છે કે, પરિવારને રિલાયન્સની 80 અરબ ડોલરની સંપત્તિને લઈ સાફ તસવીર દેખાઈ શકે અને આગળ જઈને વિભાજનમાં કોઈ વિવાદ ન થાય. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે જેટલો વિવાદ થયો હતો, તેને જોઈને જ મુકેશ અંબાણી હાલ ખુબ જ સતર્કતા દાખવી રહ્યા છે.

મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે પ્રોપર્ટીને લઈને થયો હતો વિવાદ

ધીરૂભાઈ અંબાણીના નેતૃત્વમાં 80 અને 90નો દાયકો રિલાયન્સ માટે ખુબ જ શાનદાર રહ્યો હતો, પણ 2002માં ધીરૂભાઈના મૃત્યુ પછી પરિસ્થિતિ બગડવા લાગી હતી. બંને ભાઈઓ વચ્ચે ધંધાના ભાગલાને લઈને વિવાદ થઈ ગયો અને બિઝનેસની વહેચણી કરવામાં આવી હતી. અનિલ અંબાણીના ભાગમાં કોમ્યુનિકેશન, પાવર, કેપિટલનો બિઝનેસ તો મુકેશને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મળી હતી.

વિવાદ ઉકેલવામાં માતાની ભૂમિકા અહેમ 

ધીરૂભાઈ અંબાણીના મોત બાદ બંને ભાઈઓ વચ્ચે બિઝનેસને લઈ ખટરાગ પેદાં થતાં માતાએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. 2004માં બંને ભાઈઓ વચ્ચેનો વિવાદ ખુલીને દુનિયા સમક્ષ આવ્યો હતો. જે બાદ માતા કોકિલાબહેને રિલાયન્સને બે ભાગોમાં વહેંચી બંને ભાઈઓ વચ્ચેનો વિવાદ ઉકેલ્યો હતો. એટલું જ નહીં આ વિભાજન સમયે તે સયયના આઈસીઆઈસીઆઈ બેંકના ચેરમેને પણ બોલાવવા પડ્યા હતા. બંને ભાઈઓ વચ્ચેનો આ વિવાદ લગભગ 4 વર્ષ સુધી ચાલ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *