કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ કોને મળશે? જાણવા માટે અહીં ક્લિક કરો

By | August 21, 2020

હાલ આખી દુનિયાને કોરોનાની વેક્સિન ક્યારે આવશે? તેની ચિંતા છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાની રસી બનાવવાના પ્રયત્નો ચાલુ થઇ ગયા છે, વળી રાશિયાએ તો પ્રથમ વેક્સિન શોધી પણ કાઢી છે. આખી દુનિયા જેની રાહ જોઈ રહી છે તે કોરોનાની પ્રથમ રસી મળી જાય તો તેની કિંમત અને તેના પ્રથમ હકદાર અંગેના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.

કોરોના મહામારીથી છુટકારો મેળવવાના ફક્ત બે જ ઉપાયો છે, એક તો વસ્તીનો ચોક્કસ ભાગ વાયરસના આક્રમણ સામે હર્ડ ઇમ્યુનીટીને કારણે બચી જાય અને સંક્રમણ અટકી જાય અથવા વિશ્વને વહેલી તકે રસી મળી જાય.

પોલીસ, મ્યુનિસિપલ કર્મચારીઓ અને મેડિકલ સ્ટાફ અને ડોકટરો સહિતના ફ્રન્ટલાઈન વર્કર્સ ને સૌથી પહેલા રસીકરણની જરૂરી છે. કારણ કે તેમણે કોરોનામાં નિસ્વાર્થ સેવા આપીને સૌથી વધુ જીવ ગુમાવ્યા છે.

જોકે, હર્ડ ઇમ્યુનીટી અને વાયરસની રસી બંને બે અલગ અલગ બાબતો છે. હકીકત એ છે કે રસીકરણની સફળતા પાછળ હર્ડ ઇમ્યુનીટી પણ એટલી જ મહત્વની છે. તેનું કારણ છે કે વિશ્વના તમામ 8 અબજ લોકો સુધી રસી પહોંચાડવી તર્કસંગત અને વ્યવહારિક રીતે શક્ય નહીં હોય. 

વાસ્તવમાં, અમેરિકા સ્થિત ચેપી રોગના નિષ્ણાંત ડો. એન્થોની ફૌસી જેવા લોકો અને તબીબો જણાવે છે કે જો આપણને 70 થી 75 ટકા અસરકારક રસી મળે તો આપણે પોતાને ભાગ્યશાળી માનવું જોઈએ.

નાના દેશો માટે પણ પોતાની સમગ્ર વસ્તીને રસીકરણ કરવું એક પડકાર છે. પરંતુ, એક એવો દેશ જેની વસ્તી 130 કરોડની હોય અને મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહેતી હોય તેવા દેશો માટે પણ પોતાની વસ્તીના સમગ્ર રસીકરણ કરવાના કપરા કામ માટે મહિનાઓ અને વર્ષો લાગી શકે.

ધારી લઈએ કે આવતા વર્ષના પહેલા 6 મહિનામાં એપ્રિલની આસપાસ રસી શોધાય છે. તો કઈ કંપની અથવા પ્રયોગશાળાએ સફળતા હાંસલ કરી છે તેના આધારે, સરકાર સાથે ફર્મની હાલની જોડાણની નીતિ નક્કી કરી શકે છે કે રસીના પ્રથમ 100 મિલિયન ડોઝ કોને મળે છે. યુ.એસ., યુ.કે. અને ફ્રાન્સ જેવા ધનાઢ્ય દેશોએ આવી મોટી સફળતાની અપેક્ષામાં મોટા રસી વિકાસકર્તાઓ સાથે પહેલેથી જ આ પ્રકારના પ્રિમીટિવ સોદાઓ પર હસ્તાક્ષર કરી લીધા છે.

પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે વૈશ્વિક સમુદાયના સ્વાસ્થ્ય સામે ‘રસી રાષ્ટ્રવાદ’ નું જોખમ છે. આપણે રસી પર થતા રાષ્ટ્રવાદને અટકાવવાની જરૂર છે.’ ડબ્લ્યુએચઓનાં વડા ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયાયસસે આ સપ્તાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં, ‘વ્યૂહાત્મક અને વૈશ્વિક સ્તરે મર્યાદિત સપ્લાય વહેંચવું એ દરેક દેશના રાષ્ટ્રીય હિતમાં છે.’

પરંતુ દેશો વચ્ચે પણ, રસી કેવી રીતે પહોંચતી કરવામાં આવશે તે અંગે ઘણી અનિશ્ચિતતા છે. જેમ કે, યુએસમાં વસ્તી રસીકરણમાં સામેલ આયોજન અને લોજિસ્ટિક્સ નેશનલ ગવર્નર્સ એસોસિએશન દ્વારા એક પ્રયાસ તરીકે વર્ણવવામાં આવી છે, જેને “અત્યાર સુધીમાં કરવામાં આવેલી એકમાત્ર સૌથી મોટા રસીકરણ અભિયાનની જરૂર પડી શકે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *