કેન્દ્ર સરકારે કોરોના મહામારી ના કાળમાં પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1.7 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યુ હતું. આ હેઠળ જનધન યોજના ના 20 કરોડથી પણ વધુ મહિલાઓ ના ખાતામાં ત્રણ મહિના સુધી ૫૦૦ રૂપિયાની રકમ જમા કરવાનું એલાન થયું હતું. એપ્રિલ, મે અને જૂન મા આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. હવે ત્રણ મહિના પુરા થઈ ચુક્યા છે. હવે સવાલ ઊભો થઈ છે કે સરકાર મહિલાઓને આપવામાં આવતી આ આર્થિક સહાય અગાઉ પણ ચાલુ રાખશે? બેંકના હપ્તામાં આરબીઆઇ દ્વારા ઓગસ્ટ મહિના સુધી રાહત આપવામાં આવી છે.
કેન્દ્રીય બેંક નું કહેવું છે કે આર્થિક ગતિવિધિ હજુ પણ સુસ્ત છે. જેને કારણે લોન લેનારા ગ્રાહકોના ને રાહત આપવામાં આવી છે. આવામાં સવાલ ઊભો થાય છે કે જનધન યોજનાના ખાતાધારક મહિલાઓને મળતા ૫૦૦ રૂપિયાની અવધિ વધારવામાં આવશે? હજી સુધી સરકાર તરફથી આવો કોઈ સંદેશ મળ્યો નથી. પરંતુ નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આવનારા સમયમાં પણ પરિસ્થિતિ નહીં સુધરે તો ગરીબોને વધુ મદદ કરવાનો વિચાર કરી શકાય છે. જોકે જન ધન યોજના બાબતે કંઈ કહેવામાં આવ્યું નથી.
દેશ આખામાં 40 કરોડ જન ધન ખાતા ધારકો છે, જેમના ખાતામાં રૂપિયા 1,31,339.59 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી 20 કરોડથી પણ વધુ મહિલાઓના બેંક એકાઉન્ટમાં અંદાજે ૩૦ હજાર કરોડ રૂપિયાની રકમ જમા થઈ ચૂકી છે. આટલું જ નહીં ઉજ્વલા સ્કીમની લાભાર્થી મહિલાઓને સરકારે ત્રણ મહિના મફત સિલિન્ડર પૂરું પાડ્યું છે.