જાણો ધોરણ 1 થી 5નાં બાળકો માટે દિવાળી પછી શાળા ખુલશે કે નહીં અને શિક્ષણની નવી નીતિ શું છે?

By | October 18, 2020

માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર થયુ ત્યારથી રાજયભરની શાળાઓ બંધ છે અને અનલોક 5 માં પણ ખુલી નથી. કોરોનાનાં સંક્રમણનો હજુ ખતરો ટળ્યો નથી તેથી વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવી જોખમકારક છે. ખાસ કરીને પ્રામિથક શાળાનાં ધોરણ  6 થી નીચેનાં ધોરણનાં  બાળકો માટે દિવાળી બાદ પણ શાળાઓ શરૂ થવા અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

રાજયનાં શિક્ષણ મંત્રી, શાળા સંચાલકો અને પ્રાથમિક શિક્ષણાિધકારીઓ વચ્ચે યોજાયેલા વેબીનારમાં શાળાઓ શરૂ કરવા અંગે જુદા જુદા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેના આધારે શિક્ષણ વિભાગ દ્રારા હાલ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે.

હાલ કોરોના મહામારીને કારણે દેશના અનેક રાજ્યોમાં શાળાઓને જરૂરી દિશાનિર્દેશો સાથે ખોલી દેવામાં આવી છે. પણ હજુ સુધી ગુજરાતમાં શાળાઓ ખોલવા અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. તેવામાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama) અને સંચાલકોના વેબિનારમાં શાળા ખોલવા અંગે મોટો સંકેત સામે આવી રહ્યો છે. દિવાળી બાદ રાજ્યમાં શાળાઓ ફરીથી ખૂલી શકે છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને શાળા સંચાલકો વચ્ચે શાળાઓને લઈ એક વેબિનારનું આયોજન થયું હતું. આ વેબિનારમાં ગુજરાતમાં શાળાઓ ખૂલવા અંગે મોટો સંકેત સામે આવ્યો છે. રાજ્યમાં ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળા ખૂલશે નહીં. દિવાળી વેકેશન પછી ધોરણ 9 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે.

દિવાળી નું વેકેશન નવેમ્બરમાં પુરૂ થયા બાદ ધોરણ  10 અને 1ર નાં વિધાર્થીઓને કેટલીક શરતો સાથે શાળાએ આવવાની છૂટ આપવામાં આવે તેવી શકયતા છે જોકે ટ્રાન્સપોર્ટેશનનો  કોરોનાના ચેપની શકયતા વધી જતી હોવાથી આ મૂદે ચર્ચા થતા એવી શરત સરકારે મુકી શકે છે કે વાલીઓ જાતે બાળકોને શાળાએ મુકવા આવવું પડશે.

પ્રાથમિક શાળાઓનાં વિધાર્થીઓ માટે ચર્ચા કરવામાં આવતા એવા સૂચનો કરવામાં આવ્યા હતા કે  પ્રાયોગિક ધોરણે શહેરી  વિસ્તારનાં  ધોરણ 6 થી 8 નાં વિધાર્થીઓને દિવાળીનાં વેકેશન બાદ શાળાએ આવવાની છૂટ આપવી એ મોટુ જોખમ લેવા બરાબર છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા વાતાવરણમાં શાળાઓ હોય છે  અને શાળાઓ નજીક હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો કોઈ પ્રશ્ન ઉદભવે તેમ ન હોવાથી તેમને શાળાએ આવવાની છૂટ આપી શકાય સરકાર આ મૂદે વિચાર કરી રહી છે.

પરંતુ ધોરણ 6 થી નીચેનાં ધોરણનાં વિધાર્થીઓ માટે તો દિવાળી બાદ પણ શાળાઓ ખોલવામાં આવે તેવી શકયતા નહિવત હોવાનું શિક્ષણ વિભાગનાં અિધકારીઓએ જણાંવ્યુ હતુ. શાળાઓમાં એકમ કસોટીઓની કામગીરી પૂરી કરી થઈ ગઈ છે હાલ હોમ લર્નીંગની કામગીરી ચાલુ છે. આ વર્ષે કોરોનાનાં કારણે લાંબા સમયથી શાળાઓ બંધ હોય દિવાળીનું વેકેશન ટુંકાવવામાં આવ્યુ છે.

આ ઉપરાંત ગ્રામ્યમાં ધોરણ 6 થી 8નાં બાળકોને છૂટ આપવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. અને દિવાળી વેકેશન પણ સરકાર દ્વારા ટૂંકાવી દેવામાં આવ્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ પ્રમુખ જતિન ભરાડે જણાવ્યું કે, પહેલા ચરણમાં 9 થી 12ની શાળાઓ શરૂ કરવામાં આવશે અને પછી સ્થિતિ કાબૂમાં રહેશે તો નાના વર્ગો ખોલવા ચર્ચા કરાશે.

નવી શિક્ષણ નીતિ ના ખાસ મુદ્દા 

આ ઉપરાંત નવી શિક્ષણ નીતિ પણ સામેલ કરવામાં આવી છે. જેના અમુક ખાસ મુદ્દા નીચે પ્રમાણે છે.

  1. શિક્ષકોની સાથે સાથે પેરેન્ટ્સને પણ જાગૃત કરવા પર જોર
  2. દરેક વિદ્યાર્થીની ક્ષમતાઓને આગળ વધારવી એ અગ્રતા રહેશે.
  3. વૈચારિક સમજ પર જોર રહેશે, રચનાત્મકતા અને મહત્વપૂર્ણ વિચારને પ્રોત્સાહન મળશે
  4. વિદ્યાર્થીઓ માટે કળા અને વિજ્ઞાનની વચ્ચે કોઈ મુશ્કેલી, અલગતા રહેશે નહીં.
  5. નૈતિકતા, બંધારણીય મૂલ્યો અભ્યાસક્રમનો મુખ્ય ભાગ હશે.

નવી શિક્ષણ નીતિમાં સંગીત, દર્શન, કલા, નૃત્ય, થિયેટર, ઉચ્ચ સંસ્થાઓના શિક્ષણ અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવશે. બેચલર ડિગ્રી 3 અથવા 4 વર્ષની અવધિની રહેશે. એકેડેમી બેંક ઓફ ક્રેડિટની રચના કરવામાં આવશે, વિદ્યાર્થીઓના પ્રદર્શનના ડિજિટલ રેકોર્ડ એકત્રિત કરવામાં આવશે. 2050 સુધીમાં, ઓછામાં ઓછા 50 ટકા વિદ્યાર્થીઓએ શાળા અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલી દ્વારા વ્યવસાયિક શિક્ષણમાં શામેલ થવું પડશે. ગુણવત્તાની લાયકાત સંશોધન માટે નવી રાષ્ટ્રીય સંશોધન સંસ્થાની રચના કરવામાં આવશે, તે દેશની તમામ યુનિવર્સિટીઓ સાથે સંબંધિત હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *