જાણો લોકડાઉન દરમિયાન વિશ્વના દેશોએ તેમના નાગરિકોને કેટલી આર્થિક સહાય કરી

By | June 8, 2020

કોરોના મહામારીએ સદીનું સૌથી ખરાબ આર્થિક સંકટ છે. આર્થિક સંકટ દરમ્યાન અનેક લોકોએ પોતાના નોકરી-ધંધા ગુમાવ્યા છે. અબજો રૂપિયાનું નુકસાન થયું છે. પોતાના નાગરિકોને આ આર્થિક સંકટમાં મદદ કરવા વિશ્વના દેશોએ તેમના ખાતામાં આર્થિક સહાય સ્વરૂપે પૈસા જમા કરાવ્યા છે.

તો જાણો કયા દેશે તેમના નાગરિકોને લોકડાઉન દરમિયાન કેટલા રૂપિયાની સહાય કરી :-

UK :- UK એ તેમના દરેક નાગરિકને ત્રણ મહિના સુધી 2500 પાઉન્ડ આપવાનો નિર્ણય કર્યો છે.

US :- અમેરિકાએ પોતાના નાગરિકોને આર્થિક સહાય સ્વરૂપે પરિવારમાં પુખ્ત વયના વ્યક્તિ દીઠ 1200 ડોલર તેમ જ બાળકોને 500 ડોલર આપ્યા છે.

સ્પેઇન :- સ્પેઇનમાં અસરગ્રસ્ત લોકોને lockdown દરમ્યાન પગાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ફ્રાન્સ :- ફ્રાન્સમાં કર્મચારીઓને તેમના કુલ પગારના 84%ની આર્થિક સહાય lockdown દરમ્યાન આપવામાં આવી.

જર્મની :- જર્મનીએ તેમના નાગરિકો માટે 26 બિલિયન યુરોનું ફંડ જાહેર કર્યું. આ ફંડ તેમના તમામ નાગરિકોને કુલ પગાર ના 60% સહાયની ગેરેન્ટી આપે છે.

જાપાન :- જાપાને તેમનાં દરેક નાગરિકને 1,00,000 યેન એટલે કે 928 ડોલર આપ્યા.

ડેનમાર્ક :- ડેનમાર્કમાં માલિકો તેમના કર્મચારીઓને કામ પરથી ન કાઢે, તો સરકાર તેમના કુલ પગારના ૭૫ ટકા આપશે.

કેનેડા :- કેનેડામાં જે લોકોએ કોરોના થી પોતાની નોકરી ગુમાવી તેમને દરેક મહિને 2000 ડોલર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *