ઓનલાઇન મંગાવેલી 500/- રૂપિયાની મચ્છરદાની યુવકને 92,000/- રૂપિયાની પડી

By | August 15, 2020

આજકાલ ઓનલાઈન ખરીદીની સાથે છેતરપીંડીના બનાવો ઘણા વધી રહ્યા છે. તેવોજ એક બનાવ હિંમતનગરમાં સામે આવ્યો છે. એક યુવકે ઓનલાઈન મચ્છરદાની ખરીદી હતી પરંતુ ડિલેવરી ન મળતા કસ્ટમર ફરીયાદ કરવા માટે ગૂગલ પર સર્ચ કરતાં તે નંબર પર સંપર્ક કરતાં સામાવાળા વ્યક્તિએ એની ડેસ્ક નામની રિમોટ કન્ટ્રોલ કરતી મોબાઈલ એપ નંખાવીને ટુકડે ટુકડે 92 હજારના ટ્રાન્ઝેકેશન કરી દીધા હતા.

સમગ્ર ઘટના જોઈએ તો હિંમતનગરના કૌશિક પટેલ નામના શખ્સે તા.28-4-2020ના રોજ એમેઝોન પરથી મચ્છરદાની ખરીદી હતી, પરંતુ તેને ડિલીવરી ન મળતાં રીફંડ લેવા એમેઝોનના કસ્ટમરકેરનો નંબર ગુગલ પરથી સર્ચ કરીને કોલ કરતાં સામેવાળા વ્યક્તિએ એમેઝોનના કર્મચારી તરીકે ઓળખાણ આપીને તેમના પૈસા રીફંડ લેવાની પ્રોસેસ કરવવાની સુચના આપીને કૌશિક પાસેથી તેના મોબાઈલમાં ‘એની ડેસ્ક’ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેનું આઈડી મેળવીને ‘ફોન પે’ એપમાં લોગ ઈન કરાવીને પીન નંબર નખાવીને મોબાઈલનો એકસેસ મેળવી લઈને ટુકડે ટુકડે કુલ રૂા.92,595 ટ્રાન્ઝેકશન દ્વારા પડાવી લીધા હતા.

જેથી પોતે મચ્છરદાનીનો રીફંડ લેવા જતાં 92 હજારની રકમમાં છેતરાઈ ગયા હોવાનો આભાસ થતાં તેઓએ સાયબર સેલનો સંપર્ક કરતાં સાયબર સેલ દ્વારા પેટીએમના ગેટવે મારફતે નાણાં ગયા હોવાથી પેટીએમ વોલેટના નોડલ અધિકારીનો સંપર્ક કરીને કુલ રકમમાંથી રૂા.20 હજારનું પેમેન્ટ સ્ટોપ કરાવીને નાણા પરત મેળવ્યા હતા અને બાકીના નાણાંની માહિતી મેળવીને પ્રશ્ચિમ બંગાલના શીલામપુર બુર્દવાન ઓ.બી.સી. બેંકમાં ટ્રાન્સફર થયાની જાણ થતાં તે એકાઉન્ટ ફ્રોડ હોવાનું માલૂમ પડતાં તે ફ્રીજ કરાવીને ચાર મહિનાની મહેનતના અંતે વધુ રૂા.48 હજાર ભોગ બનનારના ખાતામાં પરત મેળવીને કુલ 68 હજાર પાછા અપાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *