ગુજરાતી કંપનીએ શોધી કોરોનાની સૌથી સસ્તી દવા, 100 મીલીની કિંમત છે ફક્ત આટલી

By | August 14, 2020

ડ્રગ ફર્મ ઝાયડસ કેડિલાએ કોરોનાની સસ્તી જેનેરિક દવા શોધી કાઢી છે. કંપનીએ ગુરુવારે જણાવ્યું કે તેણે ભારતીય માર્કેટમાં કોરોનાના ગંભીર લક્ષણોથી પીડાતા દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમ્ડેક બ્રાન્ડ નામથી રીમડેસિવીર શરૂ કરી છે. ઝાયડસ કેડિલાએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, 100 મિલિગ્રામ ડોઝની કિંમત 2,800 રૂપિયા રહેશે છે.

કોરોનાનાં સમયમાં અત્યંત બીમાર દર્દીઓને જીવનદાન આપતા રેમડેસિવીર જેવા જ ગુજરાતમાં હવે 9 લાખ ઈન્જેકશન બનશે. જેમાં ઝાયડ્સ કેડીલા રેમડેક નામે આ ઈન્જેકશન બજારમાં ઉપલબ્ધ કરશે, જ્યારે આ ઈન્જેકશનની કિંમત રેમડેસિવીર કરતા ઓછી હશે. રેમડેક ઈન્જેકશન હવે 2800 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તમને જણાવી દઈએ કે રેમડેસિવીર ઈન્જેકશન પહેલા 6 હજાર રૂપિયા સુધી મળતા હતા. આ ઈન્જેકશનથી ગુજરાત અને દેશના અનેક દર્દીઓને તેનો લાભ થશે.

કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે “રેમ્ડેક એ સૌથી સસ્તી દવા છે, કારણ કે અમે ઇચ્છીયે છીએ કે દર્દીઓને COVID-19 ની સારવારની ગંભીર સ્થિતિમાં આ દવા સરળતાથી મળી રહે.” ઝાયડસ કેડિલાની રસી ઝાયકોવ-ડી હવે ક્લિનિકલ ટ્રાયલ્સના બીજા તબક્કામાં છે.

આ રોગચાળાની પરિસ્થિતિમાં, કંપનીના પ્રયત્નો આ કટોકટીમાં આરોગ્ય સંભાળમાં લોકોને ટેકો આપવા પર કેન્દ્રિત છે, પછી ભલે તે રસી વિકસાવવા, જટિલ દવાઓ અને ઉપચારનું ઉત્પાદન અને વિતરણ, ડાયગ્નોસ્ટિક પરીક્ષણો ઉપલબ્ધ કરાવવા અથવા નવા સારવાર વિકલ્પો અન્વેષણ કરવા દ્વારા કરવામાં આવે છે. પટેલે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *